અમદાવાદઃ ગુજરાતના વિદેશી એવા ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે. લંડન નિકાસ થયેલા વિદેશી ફ્રૂટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ભચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરી હતી. બહેરિનમાં નિકાસ થયેલા ડ્રેગન ફ્રૂટનો જથ્થો પશ્ચિમ મિદનાપોર (પશ્ચિમ બંગાળ)માં ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કોલકાતામાં એપીઇડીએ રજિસ્ટર્ડ કંપનીએ એની નિકાસ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડ્રેગન ઉર્ફે કમલમ્ ફ્રુટની ખેતી કરીને ખેડુતો સારોએવો નફો રળી રહ્યા છે. હવે તો કચ્છમાં પણ ડ્રેગન ફ્રુટની ખેતી થાય છે. જૂન, 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્ર્રના સાંગલી જિલ્લાના તડસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રટનો જથ્થો મળ્યો હતો, જેને એપીઇડીએની માન્યતા પ્રાપ્ત નિકાસકાર દ્વારા દુબઈમાં નિકાસ થઈ હતી. ભારતમાં ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનનો પ્રારભં 1990ના દાયકાની શરૂઆતમાં થયો હતો અને એનું વાવેતર ઘરના બગીચામાં થતું હતું. ત્યાર બાદ વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ એની ખેતી શરૂ કરી હતી.
ડ્રેગન ફ્રટની મુખ્ય ત્રણ જાત જેમાં ગુલાબી કવચ સાથે વ્હાઇટ લેશ હોય છે. ગુલાબી કવચ સાથે રેડ લેશ અને પીળા કવચ સાથે વ્હાઇટ લેશ. જોકે ઉપભોકતાઓ રેડ અને વ્હાઇટ લેશને વધારે પસદં કરે છે. અત્યારે ડ્રેગન ફ્રૂટનું વાવેતર મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં થાય છે. પશ્ચિમ બંગાળ આ વિદેશી ફ્રૂટની ખેતીમાં નવું સામેલ થયેલું રાજ્ય છે.
ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હાયલોસેરેયસ અનડેટસ છે, જેની ખેતી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે તથા આ દેશો ભારતીય ડ્રેગન ફ્રૂટના મુખ્ય હરિફો છે. ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ઓછા પાણીની જરૂર છે અને વિવિધ પ્રકારની જમીનમાં એની ખેતી થઈ શકે છે. ફ્રૂટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્વો અને એન્ટિઓકિસડન્ટસ હોય છે. આ ઓકિસડેટિવ તણાવને કારણે નુકસાન થતા કોષને સુધારવામાં અને દહન ઘટાડવામાં મદદપ થઈ શકે છે તથા પાચન વ્યવસ્થા પણ સુધારે છે. ફ્રૂટની પાંદડીઓ અને ડાળીઓ કમળ જેવી હોવાથી એને કમલમ પણ કહેવામાં આવે છે.