1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રની ગાડી પાટા પર ચડી, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 148 ટકાનો વધારો
ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રની ગાડી પાટા પર ચડી, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 148 ટકાનો વધારો

ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રની ગાડી પાટા પર ચડી, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 148 ટકાનો વધારો

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ પૂર્ણ થયા બાદ જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. બજારોમાં પણ પહેલાની જેવી ઘરાકી જોવા મળી રહી છે. સાથોસાથ અર્થતંત્ર ઝડપથી વેગ પકડવા લાગ્યુ હોય તેમ ગતિવિધીઓમાં આકર્ષક વૃદ્ધિ થઈ છે. એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સરકારની વિવિધ સ્ત્રોતની આવકમાં 36 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેમ્પ ડયુટી તથા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પેટેની આવક ગત વર્ષનાં ચાર મહિનાની સરખામણીએ 148 ટકાનો ધરખમ વધારો સુચવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગત 1 લી એપ્રિલ-નવા નાણાંકીય વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરી અગાઉ જેવો ધમધમાટ શરૂ થઈ ગયો હોવાના સંકેત હોય તેમ સ્ટેમ્પ ડયુટી તથા રજિસ્ટ્રેશન ફી પેટે ચાલુ વર્ષે જુલાઈમાં માત્ર રૂપિયા 588 કરોડની આવક હતી. એપ્રિલથી જુલાઈ 2020 માં સ્ટેમ્પ ડયુટી તથા રજિસ્ટ્રેશન ફી પેટેની આવક 1234 કરોડ હતી તે આ વર્ષે 3061 કરોડ થઈ છે.રાજય સરકારે સમગ્ર નાણાંકીય વર્ષનો ટારગેટ 8700 કરોડનો આપ્યો છે. તેમાંથી 34 ટકા માત્ર ચાર માસમાં જ મળી ગયા હતા.રાજય સરકારનાં સતાવાર આંકડકીય રીપોર્ટ પ્રમાણે એપ્રિલથી જુલાઈ 2020 ના ચાર મહિનામાં 1.94 લાખ દસ્તાવેજોની નોંધણી થઈ હતી તે સંખ્યા ચાલુ વર્ષનાં ચાર મહિનામાં 4.07 લાખ પર પહોંચી છે જે 110 ટકાની વૃધ્ધિ સુચવે છે. રાજય સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત જીએસટી આવક છે જે ચાલુ નાણા વર્ષનાં પ્રથમ ચાર મહિનામાં ગત સાલની સરખામણીએ માત્ર 6 ટકાનો જ વધારો સુચવે છે.

મોટર વ્હીકલ ટેકસની આવકમાં 110 ટકાનો વધારો થયો છે. પેટ્રોલીયમ પેદાશો પરથી મળતા વેટમાં 81 ટકાનો ધરખમ વધારો થયો છે. જયારે શરાબ વેચાણથી થતી આવકમાં 61 ટકાનો વધારો નોંધાયો છે. રજિસ્ટ્રેશન ફી વગેરે આવકમાં મોટો વધારો થવા છતા ચાર મહિનાની કુલ આવક ગત વર્ષનાં એપ્રિલ-જુલાઈ કરતા થોડી ઓછી છે. 2020-21 ના એપ્રિલ-જુલાઈમાં 79779 કરોડની આવક હતી તે 2019-20 માં 86534 હતી. રાજય સરકાર જોકે દ્રઢપણે એવી આશા રાખે છે કે સમગ્ર નાણાંકીય વર્ષમાં 1,08,035 કરોડનો વસુલાત ટારગેટ હાંસલ થઈ જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code