Site icon Revoi.in

રાજકોટમાં તૈયાર થયું ગુજરાતનું પ્રથમ વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર

Social Share

રાજકોટ: શહેર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ મહિલા કર્મચારીઓ અને તેમના બાળકોને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પ્રથમ વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. જેને આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

હવે મહિલા પોલીસ પોતાના બાળકોને ઘોડિયાઘરમાં મૂકી ચિંતામુક્ત બની ડ્યૂટી કરી શકશે. પોતાનું બાળક શું કરે છે તે મહિલા પોલીસ સીસીટીવીના માધ્યમથી પોતાના મોબાઈલમાં જોઇ પણ શકશે. ઘોડિયાઘરમાં બાળકોને સારૂ વાતાવરણ મળી રહે તે માટે તેઓની દેખભાળ માટે ખાસ બે આયા બહેનો રાખવામાં આવી છે. તેમજ એક મહિલા પોલીસ કર્મચારીની પણ ત્યાં ફરજ ફાળવવામાાં આવી છે. જેમના દ્વારા બાળકોને સ્વસ્થ અને સુરક્ષીત વાતાવરણમાાં તેઓની દેખભાળ રાખવામાાં આવશે.

હાલ ઘોડિયાઘરમાં 50 જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમને સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી અહીંયા રાખવામાં આવે છે.