- ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ
- નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત
- નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર
અમદાવાદ :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સના 469 કરોડ રૂપિયાના બે દરખાસ્તોને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સીતારમણે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે રૂ. 269.05 કરોડ અને હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂ. 200 કરોડની ઔપચારિક મંજૂરીની જાહેરાત કરી હતી
તેમણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને વિશ્વ કક્ષાનું પ્રોદ્યોગિક હબ બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી હતી.જેમકે, કેન્દ્રીય બજેટ 2021-22માં કહેવવામાં આવ્યું છે. તેમણે જાહેરાત કરી કે, EFSCA ની બે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. એક રૂ. 200 કરોડનું મુખ્ય મથક છે, જેમાંથી રૂ. 100 કરોડ લોન અને રૂ. 100 કરોડ ગ્રાન્ટ છે. અન્ય આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે IFSCA સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ છે જે રૂ. 269.05 કરોડ છે. બંનેને મંજૂરી મળી ગઈ છે.
FM Smt. @nsitharaman discusses growth and development on her maiden visit to GIFT-IFSC at @GIFTCity_, Gandhinagar
⁰FM also announces clearance to 3 key projects worth more than Rs 500 crore for IFSCARead more
https://t.co/O5o8E1jSR8 pic.twitter.com/TwWa6o5VGH — Ministry of Finance (@FinMinIndia) November 20, 2021
નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું કે, બજેટના IFSC સંબંધિત પગલાંઓમાં એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ માટેના મૂડી લાભ પર કર રાહત, વિદેશી પટેદારોને આપવામાં આવેલા એરક્રાફ્ટ લીઝ ભાડા માટે કર મુક્તિ, IFSCમાં વિદેશી નાણાં ટ્રાન્સફર કરવા માટેના કરમાં પ્રોત્સાહનો અને વિદેશી બેંકોના રોકાણ વિભાગોને મુક્તિનો સમાવેશ થાય છે. ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, નાણામંત્રી કોર્પોરેટ જગત માટે વૈશ્વિક નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે ભારતને વિકસાવવાના પ્રયાસોની સમીક્ષા કરવા અહીં આવ્યા હતા.
તેમની સાથે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. આ દરમિયાન તેમને ગિફ્ટ સિટીમાં બુલિયન વૉલ્ટિંગ સુવિધા વિશે પણ માહિતી આપવામાં આવી હતી.