Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નિરજ ચોપડા બનશે ગુજરાતના મહેમાન

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેજલ જીતીને ભારતનું નામ રોશન કરનારા ગોલ્ડન બોય નિરજ ચોપડા આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર પ્રતિક્રિયા આપતા, આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન સ્કૂલના બાળકો સાથે સંતુલિત આહાર, ફિટનેસના અત્યંત મહત્વના વિષયો પર વાતચીત કરવા માટે અને રમતગમતના એક અનોખા અભિયાનના માધ્યમથી ભારતના ભવિષ્યના ચેમ્પિયનોને સશક્ત બનાવવા માટે તૈયાર છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ટ્વીટર પર કરીને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીજીએ આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયનોને સ્કૂલોની મુલાકાત લેવા અને સંતુલિત આહાર, ફિટનેસ, રમતગમત વગેરેના મહત્વ અંગે વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવાનું આહ્વાન કર્યુ. 4 ડિસેમ્બરથી નીરજ ચોપડા સંસ્કારધામ સ્કૂલમાં આ મિશન શરૂ કરવા માટે અમદાવાદમાં ઉપસ્થિત હશે.

નીરજ ચોપડાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલી આ અનોખી પહેલનો ભાગ બનવા માટે અત્યંત ખુશ અને ઉત્સાહિત છું. આ પહેલ ફિટનેસ, બહેતર પોષક આહાર અને આપણા રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વિશે વધુ જાગૃતિ પર આધારિત રમત-ગમત સંસ્કૃતિ બનાવવાની ગતિને વેગ આપશે. રમતવીર તરીકે અમે યુવાનોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકીએ છીએ. હું શનિવારે સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓ સાથેની મારી વાતચીતની આતુરતાથી રાહ જોઉં છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે,  નીરજ ચોપડાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં