Site icon Revoi.in

અમદાવાદના નરોડામાં બનાવાશે ગુજરાતનો સૌથી લાંબો ત્રણ કિમી.લાંબો આધૂનિક ઓવરબ્રિજ

Social Share

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરમાં વધુને વધુ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં એસજી અને એસપી રિંગ રોડ પરના ચાર રસ્તાઓ પર ઘણાબધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે  ટ્રાફિકથી કાયમ ભરચક રહેતા નરોડા પાટિયા રોડ પર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવાશે. આ ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર અને AMC દ્વારા અપાઈ છે અને ટૂંક સમયમાં તેનું ભૂમિપુજન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના નરોડા પાટિયા રોડ પર બનનારો ઓવરબ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાશે. આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ ત્રણ કિમી  લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. બ્રિજ બનવાથી 2 થી 2. 5 કલાકનો ટ્રાફિકમાં લાગતો સમય પણ બચી જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના નરોડા પાટિયાથી દરરોજ અંદાજિત 1.5 -2 લાખ વાહનો પસાર થાય છે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તેને મંજુરીની મહોર મારવામાં આવી છે. અને ટુક સમયમાં બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર હવે દિવસિને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સાથે સાથે શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ એટલી જ વિકટ બની રહી છે. બીજી બાજુ શહેરમા વર્ષે દહાડે રોડ પર લાખો વાહનોનો ઉમેરો થતો જાય છે. શહેરના રસ્તાઓ હવે વાહનો માટે સાંકડા બની રહ્યા છે. ત્યારે આ ઓવરબ્રિજ ઘણા મહત્વપૂર્ણ બની રહેશે.  નવનિર્ણિત થનારો ઓવરબ્રિજ નરોડા પાટિયા જંક્શનથી નરોડા ગેલેક્સી ક્રોસ રોડ સુધી ત્રણ જંક્શન પરથી પસાર થશે.એટલે કે નરોડા પાટિયા જંકશન, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેકક્ષી ક્રોસ રોડ ત્રણ જંક્શન ઉપરથી આ બ્રિજ પસાર થશે.(file photo)