Site icon Revoi.in

ગુજરાતના યુવાનો રમત-ગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરશેઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ સંકુલનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતી વેપાર-ધંધા સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમનો પાયો નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવીને સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. હવે દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ અમદાવાદમાં બન્યું છે. રિવરફ્રન્ટની પાસે જીસીએના સહયોગથી સરદાર પટેલ રમત-ગતમ સંકુલ બનાવવામાં આવશે. જેમાં 215 એકર જમીન આપવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ ક્રિકેટ માટે જાણવામાં આવશે. તેમજ તેની બાજુમાં સ્પોર્ટસ સંકુલમાં અન્ય મોટી રમતોને આવરી લેવામાં આવશે. દસથી 12 હજારની કેપેસિટીવાળુ સ્ટેડિયમ હશે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં ન હતું. તેવુ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે.

આવુ સંકુલ ભારતમાં ક્યાંય નહીં હોય. તેની દુનિયાભરમાં નોંધ લેવાય તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પીએમ મોદી ગુજરાતને દેશને રોલ મોડલ બનાવ્યું છે. તેમ ખેલો ઈન્ડિયા હેઠળ ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. સ્પોર્ટસમાં પણ ગુજરાતના યુવાનો દુનિયામાં ભારતનું નામ રોશન કરશે.