ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ
દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. રણજીતસિંહ ડેરાની પ્રબંધિત 10 સભ્યોવાળી સમિતિના સભ્ય હતા. વર્ષ 2002માં તેમની હત્યા થઈ હતી. આ પ્રકરણમાં ડેરા પ્રમુખ પણ શંકાના દાયરામાં હતા.
વર્ષ 2002માં એક મોટી ઘટના સામે આવી હતી. એક કથિત સાધ્વીએ તાત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપાયી અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને એક ચિઠ્ઠી લખીને ગુરમીત રામ રહીમ ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ જ વર્ષે રામ રહીમ ઉપર પત્રકાર રામચંદ્ર છત્રપતિ જેઓ ડેરા સચ્ચા સૌદા પર ન્યૂઝ લખતા હતા અને ડેરાના પ્રબંધક રણજીતસિંહની હત્યાનો આરોપ લગાવ્યો હતો. રામચંદ્ર છત્રપતિની ગોળીમારીને હત્યા કરી હતી.