- ગુરુ ગોવિંદસિંહના 354 માં પ્રકાશ પર્વની ઉજવણી
- પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું નમન
- ગુરુ ગોવિંદસિંહ મહારાજના બલિદાનને યાદ કર્યું
દિલ્લી: શીખોના 10માં ગુરુ શ્રી ગોવિંદ સિંહના 354માં પ્રકાશ પર્વની આજે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદ સિંહની હિંમત અને બલિદાનને યાદ કરીને બે ટ્વિટ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ ટ્વિટમાં કહ્યું હતું કે, તેઓ શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વના શુભ પ્રસંગે નમન કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમનું જીવન ન્યાયપૂર્ણ અને સર્વસામાન્ય સમાજ બનાવવા માટે સમર્પિત હતું. તે પોતાના સિદ્ધાંતોને સમર્થન આપવા માટે અડગ હતા. આપણે તેના હિંમત અને બલિદાનને યાદ કરીએ છીએ.
તો બીજા ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુરુ સાહેબની મારા પર વિશેષ કૃપા છે કે, શ્રી ગુરુ ગોવિંદસિંહજીનો 350મો પ્રકાશ પર્વ અમારી સરકારના કાર્યકાળ દરમિયાન થયો હતો. મને પટનામાં થયેલ ભવ્ય સમારોહ યાદ છે, જ્યાં મને જવાની તક મળી હતી.
દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ નિમિતે શ્રદ્ધાળુઓએ બંગલા સાહેબ ગુરુદ્વારામાં પૂજા-અર્ચના કરી હતી. તો બીજી તરફ, પંજાબમાં ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વ પર ભક્તોએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પૂજા કરી અને તળાવમાં સ્નાન કર્યું હતું.
-દેવાંશી