અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેને કારણે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ઋતુ પરિવર્તન પણ થાય છે. જેને કારણે આ દિવસે વાયુ પરીક્ષણ કરીને આગામી પાકનું અનુમાન પણ કરવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પજા કરે છે અને તેમને યથાશક્તિ દક્ષિણા, પુષ્પ, વસ્ત્ર વગેરે ભેંટ કરે છે. શિષ્ય આ દિવસે પોતાના તમામ અવગુણોને ગુરુને અર્પિત કરી દે છે અને પોતાનો તમામ ભાર ગુરુને આપી દે છે. આ વખતે ગુરુ પૂર્ણિમાનું પર્વ 16મી જુલાઈએ મનાવાય રહ્યું છે.
કોણ બની શકે ગુરુ?
સામાન્ય રીતે આપણે શિક્ષણ આપનારને જ ગુરુ માનીએ છીએ. પરંતુ હકીકતમાં જ્ઞા આપનાર શિક્ષક ઘણાં આંશિક અર્થોમાં ગુરુ હોય છે. જન્મ જન્માંતરના સંસ્કારોથી મુક્ત કરીને જે વ્યક્તિ અથવા સત્તા ઈશ્વર સુધી પહોંચાડી શકતી હોય, આવી સત્તા જ ગુરુ હોઈ શકે છે. હિંદુ ધર્મમાં ગુરુ હોવાની તમામ શરતો જણાવામાં આવી છે. જેમાંથી મુખ્ય 13 શરતો નિમ્ન પ્રકારે છે.
શાંત, દાંત, કુલીન, વિનીત, શુદ્ધવેષવાહ, શુદ્ધાચારી, સુપ્રતિષ્ઠિત, શુચિર્દક્ષ, સુબુદ્ધિ, આશ્રમી, ધ્યાનનિષ્ઠ, તંત્ર-મંત્ર વિશાર, નિગ્રહ-અનુગ્રહ
ગુરુની પ્રાપ્તિ થઈ ગયા બાદ કોશિશ કરવી જોઈએ કે તેના દિશાનિર્દેશોનું યથાશક્તિ પાલન કરવામાં આવે.
કેવી રીતે કરવી ગુરુની ઉપાસના?
ગુરુને ઉચ્ચ આસન પર બેસાડવામાં આવે.
તેમના ચરણ જળથી ધોવા અને લુછવા
બાદમાં ગુરુના ચરણોમાં પીળા અથવા સફેદ પુષ્પ અર્પિત કરવા
ગુરુને બાદમાં શ્વેત અથવા પીળા વસ્ત્ર આપવા
યથાશક્તિ ફળ, મિષ્ઠાન્ન દક્ષિણા અર્પિત કરવી
ગુરુને પોતાનું દાયિત્વ સ્વીકાર કરવાની પ્રાર્થના કરવી
જો તમારા ગુરુ નથી તો શું કરવું?
દરેક ગુરુની પાછળ ગુરુ સત્તા સ્વરૂપે શિવજી જ છે.
તેથી જો ગુરુ ન હોય તો શિવજીને જ ગુરુ માનીને ગુરુ પૂર્ણિમાનું પર્વ માનવવું જોઈએ.
શ્રીકૃષ્ણને પણ ગુરુ માની શકાય છે.
શિવજી અથવા શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું
માનસિકપણે તેમને પુષ્પ, મિષ્ઠાન્ન, તથા દક્ષિણા અર્પિત કરવી.
ખુદને શિષ્ય સ્વરૂપે સ્વીકાર કરવાની પ્રાર્થના કરવી