નવી દિલ્હી: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પક્ષ પોતાના ભાથામાંથી એક પછી એક તીર કાઢવા લાગ્યા છે. આ કડીમાં કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એક મોટી બેઠક બોલાવી હતી. મંગળવારે બોલાવેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે મિશન-400નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે અને મહિલાઓ તથા યુવાઓને કેવી રીતે સાથે લેવામાં આવે.
જે. પી. નડ્ડાએ મહિલાઓ અને યુવાઓના સમૂહો પર ધ્યાન કેન્દ્રીત કરીને દેશભરમાં સંમેલન અને જાહેર બેઠકો આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે એક સમિતિની પણ રચના કરી છે. પેનલે મંગળવારે દિલ્હીમાં પાર્ટીના મુખ્યમથકમાં પોતાની પહેલી બેઠક કરી છે.
પાર્ટીના કેન્દ્રીય મુખ્યમથકમાં થયેલી બેઠકમાં નડ્ડા સિવાય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને પાર્ટી સચિવ સુનીલ બંસલ, તરુણ ચુઘ અને વિનોદ તાવડે હાજર હતા. આ તમામ એ પેનલના સદસ્ય છે. બેઠકમાં આ ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરવામાં આવી, જેને GYAN નામ આપવામાં આવ્યું છે.
GYAN એટલે ગરીબ, યુવા, અન્નદાતા અથવા ખેડૂત અને મહિલાઓથી છે. ઘણાં પ્રસંગો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યુ છે કે દેશમાં માત્ર એક જ જાતિ છે, જે ગરીબ છે. ભાજપ આ ફિલસૂફી પર GYAN ફોર્મ્યુલા પર ફોક્સ કરવા જઈ રહ્યું છે. તેના હેઠળ પીએમના નિર્દેશોને ધ્યાનમાં રાખીને ભાજપ યુવાઓ અને મહિલાઓ સુધી પોતાની પહોંચ મજબૂત કરવા પર ફોકસ કરશે. પાર્ટી પહેલેથી જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સૌથી ગરીબ લોકો સુધી પહોંચવા માટે એક મોટો કાર્યક્રમ ચલાવી રહ્યું છે.
ભાજપના સૂત્રો પ્રમાણે, પાર્ટી યુવાઓ, ખાસ કરીને પહેલીવાર મતદાન કરનારા મતદાતાઓ અને મહિલાઓને લોભાવવા માંગે છે, જેમણે ઘણી ચૂંટણીઓમાં મોદી અને તેમની સશક્ત નીતિઓ માટે વોટ કર્યો છે. તેમણે કહ્યુ છે કે પાર્ટી આ ક્ષેત્રો સુધી પહોંચવા માટે બૂથ સ્તર પર બેઠકો આયોજીત કરશે.
એક અન્ય સૂત્રએ એક ન્યૂઝચેનલને જણાવ્યું છે કે ભાજપ એક પુસ્તિકા પણ તૈયાર કરવા અને જાહેર કરવાની પ્રક્રિયામાં છે, જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો બાબતે જણાવવામાં આવશે. આ પુસ્તિકાની આઉટરીચ કાર્યક્રમના હિસ્સા તરીકે પ્રસારીત કરવામાં આવશે.