ચૂંટણી કમિશનર તરીકેનો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ ચાર્જ સંભાળ્યો
નવી દિલ્હીઃ જ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ આજે ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નિર્વચન સદન ખાતે નવનિયુક્ત ચૂંટણી કમિશનરોનું સ્વાગત કર્યું, જેઓ આગામી 12 અઠવાડિયાની ભરપૂર અને સઘન કાર્યવાહી હતી. તેમણે આ ઐતિહાસિક તબક્કે તેમના જોડાવાના મહત્વ પર ભાર મૂક્યો, જ્યારે ટીમ ECI વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સામાન્ય ચૂંટણી 2024નું આયોજન કરવા માટે તૈયાર છે. 14 માર્ચ, 2024ના રોજ ગેઝેટમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. જ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુ ભારતીય વહીવટી સેવાના 1988 બેચના અધિકારીઓ છે જેઓ અનુક્રમે કેરળ અને ઉત્તરાખંડ કેડરના હતા.
દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ કાલે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીપંચ બપોરના 3 કલાકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે.
લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ પણ જાહેરાત કરી દીધા છે. બીજી તરફ લાંબા સમયથી ચૂંટણીની જાહેરાતની રાહ જોવાથી હતી. આવતીકાલે લોકોની આતુરતાનો અંત આવશે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાનો પણ અમલ કરવામાં આવશે.