Site icon Revoi.in

દેશભરમાં H3N2 વાયરસનો કહેર ,જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

Social Share

એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ.

 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 એ ફરી ચિંતા વધારી છે. નિષ્ણાતો કહે છે કે ફ્લૂની રસી મેળવીને આ વાયરસને રોકી શકાય છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે ફ્લૂના કેસ ચોક્કસપણે વધે છે, પરંતુ આ વખતે વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી-ખાંસી અને તાવના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે H3N2ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કોરોના અને આ વાયરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. બંનેની મર્યાદા સમાન છે.
આ વાયરસના લક્ષણો કંઈક આવા હોય છેૉ
આ એક  ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે શ્વસન માર્ગના ચેપનું કારણ બને છે. આ વાયરસ પક્ષીઓ અને પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓમાં ઘણી જાતો સર્જાઈ છે. H3N2 વાયરસ ઈન્ફલ્યુએન્ઝા-A વાયરસનો પેટા પ્રકાર છે. ડબ્લ્યુએચઓ અને યુએસ સીડીસી એ આપેલી માહિતી પ્રમાણે, તે મનુષ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાનું મુખ્ય કારણ છે.જો તેના લક્ષણો વિશે વાત કરીએ તો આ વાયરસમાં તાવ થી ગંભીર ન્યુમોનિયા  થાય છે, એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે એટલે કે  વહેતું નાક, ઉંચો તાવ  છાતીમાં કફ ગળામાં દુખાવો અને થાક વગેરે આ વાયરસના લક્ષણો છે.
જો આ વાયરસથી બચવાના ઉપાયોની વાત કરીએ તો  દરેક લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને ભીડવાળી જગ્યાએ જવાનું પણ ટાળવું જોઈએ એકબીજાની આસપાસ કે નજીક બેસીને ખોરાક ન ખાવો તમારી આંખો અને નાકને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો તાવ આવે તો ડૉક્ટરની સલાહ લો અને આવા કોઈ પણ લક્ષણો જણાઈ તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ.