નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હેકર્સોનો ત્રાસ વધ્યો છે. દરમિયાન પ્રૉવિડેન્ટ ફન્ડના 28 કરોડથી વધારે અકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક થયાનું જાણવા મળે છે. રિપૉર્ટ અનુસાર PFની વેબસાઈટના વિવિધ એકાઉન્ટની માહિતી એકાદ મહિનાથી લીક થઈ રહ્યાંનું એક સાઈબર સિક્યોરિટી રિસર્ચરમાં સામે આવ્યું છે. બે આઈપી એડ્રેસ મારફતે ટેડા હેકીંગ કરાયાનું સામે આવ્યાં બાદ ઇન્ડિયન કૉમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમે બંને આઈપી એડ્રેસ બ્લોક કરી દીધા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યૂક્રેનના એક સાઇબર સિક્યોરિટી રિસર્ચરએ એક લિંકડિન પોસ્ટ દ્વારા આ હૅકિંગ વિશે માહિતી આપી છે. આ ડેટા લીકમાં UAN નંબર, નામ, વૈવાહિક સ્થિતિ, આધાર કાર્ડની બધી ડિટેલ, લિંગ અને બેન્ક અકાઉન્ટની સંપૂર્ણ માહિતી સામેલ છે. રિપોર્ટ અનુસાર બે અલગ-અલગ આઇપી એડ્રેસ દ્વારા આ ડેટા લીક થયો છે. પહેલા આઇપી દ્વારા 280472941 અને બીજા આઇપી દ્વારા 8390524 ડેટા લીક થવાનું જાણવા મળે છે. હજી સુધી તે હેકરની ઓળખ થઈ નથી જેની પાસે આ ડેટા પહોંચ્યો છે.
આ સિવાય અત્યાર સુધી DNS સર્વરની માહિતી મળી નથી. 28 કરોડ યૂઝર્સનો ડેટા ક્યારથી ઑનલાઈન અવેલેબલ છે. આ ડેટાનો ઉપયોગ કોઈ હેકર ખોટી રીતે પણ કરી શકે છે. લીક થયેલી માહિતીના આધારે લોકોના ડુપ્લિકેટ પ્રૉફાઇલ પણ બનાવી શકાય છે.
સંસ્થાએ આ ડેટા લીકની માહિતી ઇન્ડિયન કૉમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-IN)ને પણ આપી છે. રિપૉર્ટ મળ્યા પછી CERT-INએ રિસર્ચરને ઇ-મેલ દ્વારા અપડેટ આપી છે. CERT-INએ કહ્યું કે, બન્ને આઇપી એડ્રેસને 12 કલાકમાં બ્લૉક કરી દેવામાં આવ્યા છે. આ હેકિંગની જવાબદારી હજી સુધી કોઈપણ એજન્સી કે હેકરે લીધી નથી.