Site icon Revoi.in

આતંકી હાફિઝ સઈદને ગુજરાંવાલા કોર્ટે ઠેરવ્યો દોષિત

Social Share

ઈસ્લામાબાદ: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ગુજરાંવાલા કોર્ટે એક મામલામાં દોષિત ઠેરવ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટોમાં આની જાણકારી આપવામાં છે કે તાજેતરમાં ગુજરાંવાલા ખાસે એન્ટિ ટેરર કોર્ટે હાફિઝ સઈદની ન્યાયિક હિરાસતને 14 દિવસ માટે લંબાવી દીધી હતી.

આતંક વિરોધી વિભાગે ત્રીજી જુલાઈએ સઈદ સહીત જમાત-ઉદ-દાવાના 13 આતંકવાદી વિરુદ્ધ આતંકને નાણાંકીય ફંડિંગના આરોપમાં એફઆઈઆર નોંધી હતી. આ મામલામાં સઈદની 17 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તે દિવસે પોતાની સામે નોંધાયેલા મામલામાં ધરપકડથી પહેલા જ જામીન લેવા માટે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો. તે દિવસે હાફિઝ સઈદને આતંક વિરોધી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા હાફિઝ સઈદની વિરુદ્ધ ઘણાં મામલા વિલંબિત છે.

પાકિસ્તાનને એફએટીએફમાંથી બ્લેક લિસ્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. આ કાર્યવાહી આને કારણ જ થઈ રહી હતી.પાકિસ્તાનના આતંક વિરોધી વિભાગના નિવેદન પ્રમાણે, આતંકવાદી ફંડિંગ માટે પાંચ ટ્રસ્ટોના ઉપયોગ કરવા માટે હાફિઝ સઈદની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા હાફિઝ સઈદ અને તેના ત્રણ સહયોગીઓ હાફિઝ મસૂદ, અમીર હમજા અને મલિક ઝફરને 50-50 હજાર રૂપિયાના મુચરકા પર લાહોર ખાતેની એક આતંક વિરોધી કોર્ટે પોતાના મદરસા માટે જમીનના ગેરકાયદેસર ઉપયોગના મામલામાં ત્રીજી ઓગસ્ટ સુધી આગોતરા જામીન આપ્યા હતા. હાફિઝ સઈદે લાહોર હાઈકોર્ટમાં ખુદની વિરુદ્ધ દાખલ આતંકી ફંડિંગના મામલાને પણ પડકાર્યો છે.