રાજકોટની બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન પરંતુ મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને
- બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન
- મર્યાદિત આવક હોવાથી ભાવ આસમાને
- કેરી શોખીનોના ખિસ્સા ઉપર પડી અસર
રાજકોટ : કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે.ઉનાળાના આરંભે ફળોના રાજા હાફૂસ કેરીનું રાજકોટની બજારમાં આગમન થઈ ગયું છે. જોકે, હાલ મર્યાદિત આવક હોવાથી હાફુસ કેરીનો ભાવ રૂ.400 થી 500 સુધી છે.જેથી કેરી શોખીનોના ખિસ્સા ઉપર અસર પડી રહી છે.
મહત્વનું છે કે,તાઉતે વાવાઝોડાના પગલે ગીર વિસ્તારોમાં અસંખ્ય આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ કેરીનાં પાકને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું.તેના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જોકે,કેરી રસિકોએ અત્યારથી જ રોજ કેરીની લિજ્જત માણવાનું શરૂ કરી દીધું છે.કેરીના વિક્રેતાઓનું કહેવું છે કે,.હાલ કેરીના ભાવ વધારે છે અને સામે ખરીદી પણ ખૂબ ઓછી છે.પરતું હજી કેરીની સીઝન જેમ વધશે તેમ ભાવમાં ઘટાડો આવશે.