વાળ ખરવા એ હવે સામાન્ય સમસ્યા બની રહી છે.આ સમસ્યાથી મહિલાઓ અને પુરુષો બંને પરેશાન છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્વારા આ વાળ ખરતા રોકવાનો પ્રયાસ કરે છે તો કેટલાક કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જોકે, આ પદ્ધતિઓ લોકોના વાળ ખરતા રોકી શકતી નથી.જેના કારણે ધીમે-ધીમે લોકો ટાલ પડવાનો શિકાર થવા લાગે છે.હેલ્થ એક્સપર્ટના મતે વાળ ખરવાનું કારણ પણ શરીરમાં વિટામિન્સની ઉણપ છે.વાળ ખરવાનું કારણ શું છે તે માટે નિષ્ણાતો કેટલાક ટેસ્ટ કરાવે છે.તો ચાલો જાણીએ આ ટેસ્ટ વિશે, જે વાળ ખરવાની સ્થિતિમાં કરવા જોઈએ.
થાઇરોઇડ લેવલ ટેસ્ટ
વાળ ખરવાની સમસ્યામાં T3, T4 અને TSH એટલે કે થાઇરોઇડ લેવલ ટેસ્ટ અત્યંત જરૂરી છે. થાઈરોઈડની સમસ્યાને કારણે પણ વાળ ખરતા હોય છે.તેથી તમારે આ હોર્મોન્સનું સ્તર તપાસવું જોઈએ.આ પરીક્ષણો થાઇરોઇડ અને વાળ ખરતા બંનેને શોધવામાં મદદ કરશે
હોર્મોન ટેસ્ટ
વાળ ખરવાની સમસ્યામાં ડોકટરો વારંવાર હોર્મોન ટેસ્ટ કરાવવાનું કહે છે,ઘણા એવા હોર્મોન્સ છે જેને તમે વાળ ખરવા માટે ટેસ્ટ કરાવી શકો છો.આ પ્રોલેક્ટીન, ટેસ્ટોસ્ટેરોન, DHEA, લ્યુટીનાઇઝિંગ હોર્મોન અને ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે.
સ્કેલ્પની બાયોપ્સી
આ ટેસ્ટમાં તમારા માથાની ચામડીમાંથી એક નાનો ભાગ લેવામાં આવે છે.જે બાદ તેની માઈક્રોસ્કોપ હેઠળ તપાસ કરવામાં આવે છે.આ ટેસ્ટ તમારા વાળ ખરવાનું કારણ જાણવામાં મદદ કરે છે.
સીરમ આયર્ન અને સીરમ ફેરેટિન
આ ટેસ્ટ તમને સીરમ આયર્ન અને સીરમ ફેરીટિન જેવા ઘટકોનું ચોક્કસ સ્તર શોધવામાં મદદ કરી શકે છે.જ્યારે શરીરમાં તેનું સ્તર ઓછું હોય છે, ત્યારે તે વાળ ખરવાનું કારણ બની શકે છે.