- તેલ લગાવ્યા બાદ વાળ ખરે છે ?
- આ 4 ભૂલો બની શકે છે તેનું કારણ
- જાણો અહીં તેલ નાખવા સમયે થતી ભૂલ
વાળમાં શુષ્કતા એ આજકાલ સામાન્ય બાબત છે અને તેના કારણે વાળ ખરવા, સ્કેલ્પમાં ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એવામાં,વાળની સંભાળની નિયમિતતાનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.હેર કેર રૂટીન દરમિયાન લોકો વાળની ઓઈલ મસાજ પણ કરે છે.
હેર ઓઈલીંગના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે વાળને માત્ર મજબૂત જ નહીં, પરંતુ તેમાં ચમક પણ જાળવી રાખે છે. જો કે, લોકો તેલ લગાવતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે વાળ ખરવા પણ લાગે છે.વાળમાં તેલ લગાવ્યા બાદ વાળ કેમ ખરવા લાગે છે તે જાણવું જરૂરી છે. અમે તમને કેટલીક આવી જ ભૂલો વિશે જણાવીશું, જે તમે વારંવાર કરો છો, પરંતુ તમે તેના વિશે જાણતા નથી.
ગરમ તેલ લગાવવું
ઘણીવાર લોકો વાળમાં ગરમ તેલ લગાવવાની ભૂલ કરે છે. કહેવાય છે કે,આના કારણે તેમના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે.આમ કરવાથી બળતરા પણ થવા લાગે છે અને તેનાથી વાળ ખરવા પણ લાગે છે.તમારે ઋતુ પ્રમાણે વાળમાં ઠંડુ કે ગરમ તેલ લગાવવું જોઈએ.
તેલ લગાવતા સમયે ભૂલ
તેલ માલિશ વખતે પણ લોકો એક ભૂલ કરે છે કે,તેઓ વાળને જોરશોરથી ઘસતા હોય છે.આમ કરવાથી વાળના મૂળ નબળા પડવા લાગે છે અને ખરવા લાગે છે. વાળને જોરશોરથી ખેંચવાથી તેની તાકાતને નુકસાન થાય છે. વાળમાં તેલ લગાવતી વખતે હળવા હાથે માલિશ કરો.
વાળને મજબુત બાંધવા
મોટાભાગના લોકો વાળમાં તેલ લગાવ્યા પછી વાળને ટાઈટ બાંધવાની ભૂલ પણ કરતા હોય છે.આમ કરવાથી વાળમાં અનિચ્છનીય ખેંચાણ થાય છે અને તેના કારણે વાળના મૂળને નુકસાન થઈ શકે છે.એવું કહેવાય છે કે,તેનાથી વાળના મૂળ પર દબાણ આવે છે અને તે નબળા થવા લાગે છે. બીજી તરફ તેલ લગાવ્યા પછી તરત જ વાળમાં કાંસકો ચલાવવો પણ યોગ્ય નથી.
લાંબા સમય સુધી તેલ લગાવી રાખવું
વાળમાં તેલ લગાવ્યા બાદ થોડા સમય પછી શેમ્પૂ કરી લેવું જોઈએ. ઘણી વખત લોકો તેલ લગાવ્યા પછી કલાકો સુધી વાળ આ રીતે છોડી દે છે. આના કારણે વાળમાં માટી જમા થઈ જાય છે અને ધીમે ધીમે તેમાં ડેન્ડ્રફ થવા લાગે છે. ડેન્ડ્રફ પણ વાળ ખરવાનું એક કારણ છે.