Site icon Revoi.in

કોરોનાથી સ્વસ્થ થયા પછી વાળ ખરી રહ્યા છે? તો અપનાવો હવે ઘરેલું ઉપાય

Social Share

કોરોનાવાયરસથી દેશમાં 3 કરોડ 26 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જે લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે તે લોકોમાં ક્યાંકને ક્યાંક નાની મોટી બીમારી જોવા મળી રહી છે. આ સમસ્યાઓમાં કેટલાક લોકોને વાળ ખરવાની સમસ્યા પણ વધી છે, પણ હવે તે લોકોએ ચિંતા  કરવાની જરૂર નથી. કેટલાક પ્રકારના ઘરેલું ઉપાયથી જ વાળને ખરતા કે તૂટતા રોકી શકાશે.

ઘરેલું ઉપાયમાં જો 10 ગ્રામ લીમડાના પાવડરને પાણીમાં નાખીને સેવન કરવામાં આવે અથવા સવારે ઉઠતાની સાથે જ આ નવા પ્રકારની ચા પીવાથી વાળ ખરવાની સમસ્યાનો અંત આવશે, તેનો સ્વાદ સામાન્ય રીતે પસંદ આવશે નહીં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.

પાલક તંદુરસ્ત પોષણનો સારો સ્રોત છે. તે વિટામિન A, K, E, C, B અને મેંગેનીઝ, ઝીંક, આયર્ન અને ઓમેગા 3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. વાળની તંદુરસ્તી સુધારવા માટે પણ આ એક ઉત્તમ ઉપાય છે. તે વિટામિન્સ, કોલેજન અને કેરાટિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. તે વાળના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે ઓટ્સ, ઘઉં અને જવની તો તેમાં મોટી માત્રામાં ઝીંક જોવા મળે છે. તેમાં વિટામિન બી હોય છે, જે વાળ તૂટવાનું ઘટાડે છે અને વાળની મજબૂતાઈ અને વૃદ્ધિને વધારે છે. તંદુરસ્ત અને સંતુલિત આહાર વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે અને વાળની વૃદ્ધિ અને શક્તિ વધારે છે.