- માથાના વાળને ખરતા રોકવા જરૂરી
- હવે ઘરે બેઠા જ કરો તેનો ઈલાજ
- ઘરેલું ઉપાય થઇ શકે છે મદદરૂપ
વાળ ખરવાની સમસ્યા આજકાલ લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. વાળ ખરવાના સમસ્યાના કારણે કેટલાક લોકોને શરમ પણ અનુભવાય છે પણ જો હવે વાત કરવામાં આવે તેના નિરાકરણની તો તે હવે ઘરે બેઠા પણ શક્ય છે.
માથાના ખરતા વાળને રોકવા માટે મેથી અને ચોખાનું હેર ટોનિક વધારે ઉપયોગી છે. તે વાળના ગ્રોથ અને તેની કાળજી રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
આ હેર ટોનિક બનાવવાની રીત એવી છે કે સૌ પ્રથમ અડધો કપ ચોખા અને ત્રણ ચમચી મેથી લેવા જોઈએ. તે બાદએક ગ્લાસ પાણીમાં ધોયેલી મેથી.. મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખેલી હોવી જોઈએ.
તે પછી સવારે ચોખા ધોઈ નાંખો. ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી નાંખી ત્રણથી ચાર કલાક પલાળી રાખો. હવે અલગ અલગ વાસણમાં મેથી અને ચોખાને ગેસ પર ઉકળવા રાખી દો. પાંચ મિનિટ સુધી ઉકાળ્યા બાદ બન્ને વસ્તુને ગાળી પાણી અલગ કરી નાંખો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય એટલે બંને પાણીને અલગ વાસણમાં સમાન ભાગે કાઢી, આ મિશ્રણને ચમચીથી સરખી રીતે હલાવી દો. તમારું હેર ટોનિક તૈયાર થઈ જશે.
આ સાથે એ કાળજી પણ લેવી કે હેર ટોનિકનો ઉપયોગના દિવસ અથવા ત્રણ-ચાર કલાક પહેલા વાળને શેમ્પુથી ધોઈને વ્યવસ્થિત સુકવી દો. હવે ફિંગર ટિપ્સ અથવા હેર ડ્રાઈ બ્રશની મદદથી આ હેર ટોનિકને માથા અને વાળના મૂળમાં લગાવો. આ હેર ટોનિકથી વૅલ તૂટવા અને ખરવાની સમસ્યા ઓછી થાય છે અને વાળ મૂળથી મજબૂત બને છે.
જો કે આ પ્રકારની ઘરેલું ટેક્નિક કેટલાક લોકોને માફક ન પણ આવી શકે તો તે ના માટે તેમણે ડોક્ટરના સલાહ-સૂચન લેવા આવશ્યક છે અને તે બાદ તેઓ આ પ્રકારના ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકે છે.