Site icon Revoi.in

વાળ ખરે છે? તો શેમ્પૂ કરતી વખતો રાખો આ ધ્યાન, જડમૂળથી મજબૂત થશે વાળ

Social Share

કેટલાક લોકોને વાળ ખરવાની કે વાળ તૂટવાની સમસ્યા હોય છે. મોટો ખર્ચ કર્યા બાદ પણ તેમને આનાથી રાહત મળતી નથી જેના કારણે તેઓ કંટાળી જાય છે, પણ હવે તેમને રાહત મળી શકે છે. જો ઘરે શેમ્પૂ બનાવવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળની તમામ સમસ્યામાંથી રાહત મળે તેમ છે.

જાતે ઘરે શેમ્પૂ બનાવવામાં માટે 10 લસણની કળીઓ લઈને તેને છોલીને પાણીમાં સરખી રીતે ધોઈ લો. પછી લસણની કળીને પીસીને પેસ્ટ બનાવી લો. પછી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટને થોડી પાતળી કરી દો. આ પેસ્ટમાં એક ચમચી ઓલિવ ઓઈલ, થોડાં પિપરમિંટના ટીપાં અને ટી ટ્રી ઓઈલના ટીપાં મિક્સ કરો. પછી આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. તૈયાર પેસ્ટને 250 એમએલના કોઈ ઓર્ગેનિક શેમ્પૂની સાથે મિક્સ કરીને કોઈ બોટલમાં ભરી દો. આ શેમ્પૂને સપ્તાહમાં 2 વાર ઉપયોગ કરો.

જો વાત કરવામાં આવે આ પ્રકારને ઘરેલું શેમ્પૂ કે જેમાં લસણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ છે કે લસણમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી આ શેમ્પૂ વાપરવાથી ડેન્ડ્રફની પ્રોબ્લેમ દૂર થાય છે. આ સાથે વાળમાં ખુજલી કે ઈન્ફેક્શન અને ફંગલ થવાની સમસ્યા પણ દૂર થાય છે અને સ્કેલ્પ હેલ્ધી બને છે.

લસણમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેનાથી વાળની શાઈનિંગ વધે છે. આ સાથે લસણની કદાચથી થોડી સમેલ આવી શકે છે. પરંતુ તમારા વાળ સારાં કરવા અને ખરતાં રોકવા માટે આટલું તો સહન કરવું પડશે.