Site icon Revoi.in

હૈતીમાં જોરદાર ભૂકંપના આંચકા, 225 થી વધુ લોકોના મોત,સુનામીની ચેતવણી  

Social Share

દિલ્હી :હૈતીમાં શનિવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના જોરદાર આંચકાઓ બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ખતરો મંડરાય રહ્યો છે. હૈતીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકામાં અત્યાર સુધીમાં 225 થી વધુ લોકોના મોત થયા છે. દેશની નાગરિક સંરક્ષણ સેવાએ આ માહિતી આપી છે. સમાચાર એજન્સી મુજબ, ભૂકંપને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ છે.અને જાનહાનિમાં હજુ વધારો થવાની આશંકા છે.

આ પહેલા અમેરિકાના અલાસ્કામાં પણ ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા 6.9 આંકવામાં આવી હતી.

યુએસ જિયોલોજિકલ સર્વેએ હૈતી ભૂકંપની તીવ્રતા 7.2 હોવાનું અનુમાન લગાવ્યું છે. સમાચાર એજન્સીએ હૈતીમાં 29 લોકોના મોતની જાણ કરી છે. અલાસ્કામાં સ્થાનિક સમય મુજબ સવારે 5.27 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુએસ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર હોમરથી 605 કિલોમીટર દક્ષિણ -પશ્ચિમમાં હતું.

હાલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, સેંકડો લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં ઘાયલોનો ધસારો છે.

હૈતીના મુખ્યમંત્રી એરિયલ હેનરીએ કહ્યું કે, ભૂકંપના કારણે દક્ષિણના વિસ્તારોમાં તબાહી મચી છે. તેમણે કહ્યું કે સરકાર પીડિતોને તમામ પ્રકારની મદદ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વડાપ્રધાને દેશમાં એક મહિના માટે કટોકટી જાહેર કરી છે.