હળવદ: પૂર ઝડપે પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાતા દંપતિનું મોત
મોરબીઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક ગત મોડીરાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું .જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો
અકસ્માતના બનાવની જાણવા મળેલી વિગતો મુજબ હળવદમાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા 3 અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં ગત રાત્રિના હળવદ હાઈવે પર આવેલા કોયબા ગામના પાટિયા નજીક અમદાવાદ તરફ થી હળવદ તરફ આવી રહેલ કાર નંબર જીજે ૧૩-સી.ઓ.૦૭૧૫ ડિવાઈડર સાથે અથડાતા બેથી વધુ વખત પલટી મારી ગઇ હતી જેથી કારમાં સવાર શામજીભાઈ ભાવજી ભાઈ ટાંક (રહે, અમદાવાદ) અને તેમના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું .જ્યારે અનિરુદ્ધભાઈ હીરાભાઈ ડોડીયા (રહે ભલગામડા)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલને લઈ આવવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની ઘટનાને પગલે હળવદ પોલીસ મથકના પીએસઆઈ પી.જી પનારા, વિનુભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો હતો