ઈઝરાયલ ઉપર હુમલામાં હમાસે કર્યો ઉત્તર કોરિયાના હથિયારોનો ઉપયોગ, હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા હતા. ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ઇઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે. ઈઝરાયલની સેનાએ હમાસના આતંકવાદીઓના જપ્ત કરલા હથિયારોના એક વીડિયો સામે આવ્યો છે. જેથી 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર અચાનક હુમલામાં ઉત્તર કોરિયાના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇઝરાયેલ દ્વારા જપ્ત કરવામાં શસ્ત્રો પરથી સામે આવ્યું છે કે, આ હથિયાર ઉત્તર કોરિયાના છે. ઉત્તર કોરિયાએ ઇનકાર છતાં હમાસને શસ્ત્રો વેચે હોવાનું સામે આવ્યાનું જાણવા મળે છે. આ પુરાવો હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરે છે. તેમ આંતરરાષ્ટ્રીય રાજકીય વિશ્વેષકોએ જણાવ્યું હતું.
ઉત્તર કોરિયાના શસ્ત્રો અંગે જાણતા બે નિષ્ણાતોએ આ વીડિયોનું વિશ્લેષણ કર્યું હતું. યુદ્ધ દરમિયાન જપ્ત કરાયેલા શસ્ત્રો અને દક્ષિણ કોરિયાની મિલિટરી ઈન્ટેલિજન્સની જાણકારીના વિશ્લેષણ સાથેનો વીડિયો દર્શાવે છે કે, હમાસે એફ-7 રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. F-7 રોકેટ એક ખભાથી ચાલતું હથિયાર છે, જેનો ઉપયોગ લડવૈયાઓ સામાન્ય રીતે બખ્તરબંધ વાહનો સામે કરે છે. કન્સલ્ટન્સી આર્મમેન્ટ રિસર્ચ સર્વિસિસના ડિરેક્ટર તરીકે સેવા આપતા હથિયાર નિષ્ણાત એનઆર જાનઝેન-જોન્સએ જણાવ્યું હતું કે, એફ-7નો ઉપયોગ સીરિયા, ઇરાક, લેબનોન અને ગાઝા પટ્ટીમાં લડાઇમાં કરવામાં આવ્યો છે. જોન્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, કોરિયા લાંબા સમયથી પેલેસ્ટનિયન આતંકવાદી જૂથોને સમર્થન આપે છે. એટલું જ નહીં ઉત્તર કોરિયાના હથિયારો પહેલા પણ સંઘર્ષમાં જોવા મળ્યા છે.
પ્યોંગયાંગના હળવા શસ્ત્રો વિશે લખતા સ્મોલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધક મેટ શ્રોડરે કહ્યું કે, હમાસે તેની તાલીમના ફોટા જાહેર કર્યા છે. તે ફાઇટર પ્લેનને શસ્ત્રો સાથે તેના વોરહેડ પર લાલ પટ્ટી સાથે દર્શાવે છે. આ સિવાય તેની ડિઝાઇન પણ F-7 સાથે મેચ થાય છે. તેણે કહ્યું, ‘મને આશ્ચર્ય નથી કે હમાસ પાસે ઉત્તર કોરિયાના હથિયાર છે.’