હાથને પણ બનાવી શકાય છે સુંદર,જાણો તેના વિશે
- હાથને પણ બનાવી શકાય છે સુંદર
- જાણો તેના વિશે
તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. ડ્રાઈવીંગ કરો ત્યારે હાથના મોજા અવશ્ય પહેરો. ક્યુટીકલ અને નખ પર બે વખત ઓલિવ ઓઈલ વડે મસાજ કરો. આનાથી નખનો વિકાસ સારો થશે અને ચમક પણ જળવાઈ રહેશે. અઠવાડિયામાં એક વખત હાથ પર ફ્રુટ પેકમાં મધ ભેળવીને લગાવો. રસોડામાં કામ કરતી વખતે, કપડાં ધોતી વખતે અને અન્ય કામકાજ કરતી વખતે રબરના મોજા અવશ્ય પહેરો. બે અઠવાડિયામાં એક વખત હાથ પર સ્ક્રબરનો ઉપયોગ કરો. હાથ પર મોઈશ્વરાઈઝર અવશ્ય લગાવો
ક્યારેક લોકો પોતના હાથને વધારે સુંદર બનાવવા માટે કેટલાક પ્રકારના કોસ્મેટિકના પણ ઉપયોગ કરતા હોય છે જેના કારણે ક્યારેક મોટી તકલીફ પણ પડી જાય છે. જો વાત કરવામાં કેટલાક એવા લોકોની તો તે લોકો હંમેશા પોતાના હાથને સૂર્યના કિરણોથી બચાવીને રાખે છે જેના કારણે તેમના હાથની ત્વચા કોમળ અને સુંદર રહે છે.
કેટલાક લોકો એવા પણ છે, જેઓ કઈ વિચાર્યા વગર જ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે અને પાછળથી તેમને કેટલી ચામડીની સમસ્યા પણ થતી હોય છે. પણ અહિંયા લોકોએ તે વાત જાણવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા દરેક વ્યક્તિએ તના ફાયદા અને નુક્સાન વિશે વિચારી લેવુ જોઈએ.