Site icon Revoi.in

આસામના કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા

Social Share

દિસપુર :આસામના રાજ્યના કરીમગંજમાં એક દુર્ઘટના બની છે. કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટી પડ્યો છે અને 30 જેટલા બાળકો નદીમાં પડ્યા અને ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર આ તમામ વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા.આ ઘટના કરીમગંજ જિલ્લાના રતાબારી વિધાનસભા ક્ષેત્રના ચેરાગી વિસ્તારમાં બની છે.

ચેરાગી વિદ્યાપીઠ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આ બ્રીજની મદદથી સિંગલા નદી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હેંગીંગ બ્રીજ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે બ્રીજ પરના વિદ્યાર્થીઓ નદીમાં પડી ગયા હતા. જોકે, સ્થળ પર પહોંચેલા આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને સમયસર નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જો કે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા આસામની રાજધાની ગુવાહાટીના પાંડુ ઘાટ પાસે બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી જવાથી 14 થી 15 વર્ષના ત્રણ બાળકોના મોત થયા હતા. તે સમય દરમિયાન પણ બાળકો ટ્યુશનથી પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન બાળકોએ નદીમાં તરવા માટે કૂદકો માર્યો હતો અને આ દરમિયાન તેઓ ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય છોકરાઓના મૃતદેહ બાદમાં મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, છોકરાઓએ નદીમાં ઉતરતા પહેલા ઘાટ પર તેમના મોબાઈલ ફોન સાથે તસવીરો અને વીડિયો લીધા હતા. તેઓએ ઘાટ પર તેમનો સામાન રાખ્યો હતો.