Site icon Revoi.in

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

Social Share

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. લાઉડ સ્પીકર વિતરણ કરવાની પહેલ કર્યા બાદ રામ સેતુ મિશનના અધ્યક્ષ દીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, લાઉડ સ્પીકર લગાવવા પાછળનો હેતુ ભક્તો ઘરે બેસીને હનુમાન ચાલી, આરતી અને અન્ય ભક્તિ ગીત સાંભળીને તેનો લાભ ઉઠાવે તેવો છે. હકીકતમાં, કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ અનેક મંદિરોમાં પ્રતિબંધ મૂકાયા છે. જેથી મંદિર ન જઈ શકનારા ભક્તો ઘરે જ હનુમાનચાલીસા અને આરતી સાઁભળી શકશે.

રામ સેતુ મિશનના સૂત્રોએ જણાવ્યું હતું, 78 મંદિરોએ લાઉડ સ્પીકર મેળવવા માટે સંસ્થા પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ લાઉડ સ્પીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા અનેક મંદિરોને લાઉડ સ્પીકર આપવામાં આવ્યા છે. આ માહિતીને વિશ્વ હિન્દુ પરિષદે પોતાના ફેસબુક પર શેર પણ કરી હતી.  સંગઠનના જણાવ્યા અનુસાર, ગત વર્ષે પણ કેટલાક મંદિરોને શ્રાવણ મહિના દરમિયાન લાઉડ સ્પીકર આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક લોકો આ બાબતને સમર્થન આપી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે, દેશના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની પહેલ થવી જોઈએ.

આ મિશન અંતર્ગત મોટું મંદિર હશે તો 2 લાઉડ સ્પીકર અને નાનું હશે તો 1 લાઉડ સ્પીકર અપાશે. 78 મંદિરોના રજિસ્ટ્રેશન આવ્યાં છે. શ્રાવણના પ્રથમ સોમવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકીના હસ્તે મંદિરને લાઉડ સ્પીકર અપાયું હતું.