ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ અને ખુશાલી,નવરાત્રિમાં મુખ્ય દ્વાર પર કરો આ કામ
શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે.આ દરમિયાન મા દુર્ગાની ભક્તિને કારણે ચારે બાજુ સકારાત્મક ઉર્જા હોય છે.ભક્તો પણ માતાને પ્રસન્ન કરવા વ્રત રાખે છે.નિયમ પ્રમાણે માતાની પૂજા કરો.વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી માતાની કૃપા તમારા પર બની રહેશે.મા દુર્ગાની કૃપા મેળવવા માટે તમે ઘરના મુખ્ય દ્વાર પર કેટલાક ઉપાયો કરી શકો છો.તેનાથી ઘરમાં ખુશીઓ પણ આવશે અને સુખ-સમૃદ્ધિ પણ વધશે. પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ વધે છે. તો ચાલો તમને જણાવીએ આવી જ વાસ્તુ ટિપ્સ..
નવરાત્રિ પર પહેલા તમારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવના પાનથી બનેલ માળા જરૂરથી મુકવી જોઈએ. વાસ્તુ માન્યતાઓ અનુસાર આનાથી મુખ્ય દરવાજાની નકારાત્મક ઉર્જા દૂર થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહેશે
નવરાત્રિની શરૂઆતથી, તમારે દરરોજ મુખ્ય દરવાજા પર સિંદૂરથી દરવાજાની બંને બાજુએ સ્વસ્તિક બનાવવું જોઈએ. આ સિવાય પાણીમાં હળદર મિક્સ કરો અને પાણી પણ ચઢાવો.
ઘરના મુખ્ય દ્વાર પર મા દુર્ગાના પગલા ઘરની અંદર આવતી દિશામાં ચિહ્નિત કરો.પગના નિશાન બનાવવા માટે તમે લાલ રંગનો ઉપયોગ કરી શકો છો
નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાની પૂજા કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી ભરીને મુખ્ય દ્વાર પર રાખો. આ પાણીમાં ગુલાબના પાન અને થોડું અત્તર ઉમેરો. તેનાથી તમારા ઘરની નકારાત્મકતા પણ દૂર થશે અને મા લક્ષ્મીનો પણ ઘરમાં પ્રવેશ થશે.
નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે તમારે ઘરના ઇશાન ખૂણામાં અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ.માન્યતાઓ અનુસાર, તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.