મુલાયમના પરિવારમાં ખુશી અને ગમનો માહોલ, અખિલેશ પરિવાર દુઃખી અને અપર્ણાના ઘરે ઉજવણી
લખનૌ: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે અને ફરીથી ઉત્તરપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, વર્ષ 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજયથી સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ હતો. અખિલેશ યાદવ અને તેમના પરિવારના સભ્યો ચૂંટણીના પરિણામથી દુઃખી છે. જ્યારે મુલાયમસિંહની નાની પુત્રવધુ અને ભાજપ નેતા અપર્ણા યાદવના ઘરમાં ખુશીનો માહોલ છે. અપર્ણા યાદવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુભકામનાઓ પાઠવી હતી.
जब तक खून में हैं हलचल,
भगवा झुक नही सकता ।@BJP4UP @myogiadityanath #BJPAgain pic.twitter.com/ZqciRp39d4— Aparna Bisht Yadav (@aparnabisht7) March 10, 2022
સુત્રોના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવના ઘરે ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજેપીની આ મોટી જીત બાદ યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની નાની વહુ અને બીજેપી નેતા અપર્ણા યાદવ તેમની પુત્રી સાથે યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા હતા અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા. સીએમ યોગીને મળ્યા બાદ અપર્ણા યાદવે ટ્વીટ કરીને લખ્યું કે, ‘જ્યાં સુધી લોહીમાં હલચલ છે ત્યાં સુધી ભગવો ઝૂકશે નહીં.’
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચેલા અપર્ણા યાદવની સાથે તેમની પુત્ર પણ ઉપસ્થિત હતી. તેમજ યાદવે સીએમ યોગીને શુભેચ્છા પાછવી હતી. તેમની પુત્રીએ યોગી આદિત્યનાથના કપાળ પર તીલક કર્યું હતું.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે અપર્ણાની દીકરીએ તેની માતાની મદદથી યોગીને તિલક કરી રહી છે, તેમજ યોગીએ બાળકી ઉપર પ્રેમ વરસાવ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયોને લઈને વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યાં છે.