- હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે નિધપ
- ફેંફ્સાના કેન્સરથી પીડિત હતા
- અઢી મહિના પહેલા જ જોડીયા દિકરીને આપ્યો હતો જન્મ
- જાણતી ગુજરાતી એક્ટર મૌલિક નાક સાથે થયા હતા લગ્ન
અમદાવાદઃ- ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દીલમાં જગા બનાવનાર અભિનેત્રી હેપ્પી ભાવસારનું વિતેલી રાત્રે નિધન થયું છે,આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકની લાગણી છવાય છે,તેઓ ફેંફસાના કેન્સરનાથી પીડાઈ રહ્યા હતા, પ્રથમ સ્ટેજનું કેન્સર હતું, માત્ર 45 વર્ષની વયે તેમના નિધનને લઈને સૌ કોંઈની આંખો નમ થઈ છે.
હેપ્પી ભાવસારે અનેક સારી ગુજરાતી ફિલ્મો આપી છે,ખાસ કરીને પ્રેમજીમાં તેઓ લીડ રોલમાં જોવા મળ્યા હતા ,આ સાથે જ ગુજરાતી ફિલ્મ મોન્ટુ કી બિટ્ટુમાં પણ તેમણે અભિનય કર્યો હતો, તેમણે ગુજરાતી સિનેજગતના જાણીતા અભિનેતા મૌલિક નાયક સાથે લગ્ન કર્યા હતા અને તેમણે અઢી મહિના પહેલા જ બે જોડીયા બાળકીઓને જન્મ આપ્યો હતો.હજી તો દિકરીઓ માતાને ઓળખતી થાય તે પહેલા જ માતાએ દુનિયા છોડી દેતા પરિવાર હિબકે ચઢ્યું છે.
ખૂબ જ નાની વયે અને બે નાના જીવને એકલા મૂકીને જનારા હેપ્પી ભાવસાર હંમેશા ખુશ મિજાજના હતા ,તેમના ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળતું હતું, વર્ષ 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયરથી અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 2019માં ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ અને 2021મા મૃગતૃષ્ણામાં અભિનય કર્યો છે. એ સિવાય તેઓએ શોર્ટ ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી ફિલ્મો પણ કરી છે.
એક્ટિંગમાં હેપ્પી એટલે શાનદાર અભિનય કરતી કલાકાર એ પછી શ્યામલીની લજ્જા હોય, “પ્રિત પીયું ને પાનેતર”ની મંગળા, “પ્રેમજી”ની કુંવર, મોન્ટુંની બીટ્ટુની મનમાધુરી મોહિની કે પછી “મહોતું”ની મહાનાયિકા, દરેક જગ્યાએ એની એક્ટિંગની છાપ છોડી જ જાય. મહોતુંના લાસ્ટ સિનમાં રુંવાડા ઉભા થઇ ગયા તા અને રીતસરનું આંખોમાં પાણી આવી જાય તેની રિયલ એક્ટિંગ.
મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલોમાં પણ શાનદાર અભિનય કરીને ગુજરાતની જનતામાં જાણીતા બન્યા હતા, જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો તેઓ કરી ચૂક્યા છે.
હેપ્પી સોસિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા એભિનેત્રી હતા થોડા સમય પહેલા જ તેમણે પોતાના બેબી સાવર અને દિકરીઓના જન્મના ફોટો શેર કરીને ચાહકોને સારા સમચાચાર આપ્યા હતા જો કે કોઈએ મનમાં કલ્પના પણ નહોતી કરી કે આ નાની બે બાળકીઓના માથે થી માતાની છત્રછાયા થોડા સમયમાં છિનવાય જશે.
હેપ્પીનો જન્મ અમદાવાદમાં થયો હતો. થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત એચ. કે. આર્ટ્સ કોલેજથી કરી હતી. એ સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા ત્યારે હેપ્પી ભાવસારે પણ નાટકમાં અભિનય કરવાનો આરંભ કર્યો અને તેઓને સફલતા પણ મળી હતી.આ સાથએ જ અમદાવાદની જાણીતી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી લીધી હતી.