દેવાંશી-
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતો આ તહેવાર સોમવારે એટલે કે 3 ઓગસ્ટના છે. રક્ષાબંધન પર સર્વાર્થ સિધ્ધિ યોગ નામનો એક ખૂબ જ શુભ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આ યોગમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો કાર્ય ખૂબ જલ્દી પૂર્ણ થઈ જાય છે. આ સિવાય રક્ષાબંધન પર શ્રાવણ મહિનાનો સોમવાર છે.આ વખતે રક્ષાબંધન પર ભદ્રા સવારે 9.28 વાગ્યે રહેશે, ત્યારબાદ આખો દિવસ રાખડી બાંધી શકાશે.
રક્ષાબંધનનો દિવસ ભાઈ-બહેનો માટે ખૂબ જ ખાસ છે. બહેન રાખડી બાંધીને ભાઈ પ્રત્યેનો પ્રેમ બતાવે છે, જ્યારે ભાઈ પણ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. કોરોના આપદાને કારણે વર્ષ 2020 ના તમામ તહેવારો ઝાંખા પડી ગયા છે કારણ કે આ વાયરસ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકડાઉન કરી ચૂક્યો છે. ભારતમાં પણ આ આપદાનો સામનો કરવા માટે લોકો લગભગ 4 મહિનાથી તેમના ઘરે રહીને પોતાને અને તેમના પરિવારોને વાયરસથી સુરક્ષિત કરી રહ્યા છે. પરંતુ આ હોવા છતાં આપણા દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. એવામાં રક્ષાબંધનના તહેવાર પર હંમેશની જેમ ભારે ઉત્સાહથી ઉજવાતા આ આપદા ગ્રહણ થઈ ગઈ છે.
રક્ષાબંધન 2020 શુભ મૂહર્ત અને સમય
રક્ષાબંધન – 3 ઓગસ્ટ, 2020 ને સોમવાર
રાખડી બાંધવાનું મુહૂર્ત 09:27:30 થી 21:11:21 સુધી
રક્ષાબંધન આરંભ મુહૂર્ત 13:45:16 થી 16:23:16 સુધી
રક્ષાબંધન પ્રદોષ મુહૂર્ત 19:01:15 થી 21:11:21 સુધી
મુહૂર્ત સમય – 11 કલાક 43 મિનીટ