Site icon Revoi.in

હર ઘર તિરંગા અભિયાન:અમિત શાહે તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો અને તિરંગા સાથે સેલ્ફી પણ શેર કરી

Social Share

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને તિરંગા સાથે તેમની સેલ્ફી શેર કરી હતી. ટ્વીટ દ્વારા અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પહેલા ભારતના આકાશમાં લહેરાતા લાખો તિરંગા ભારતને ફરીથી મહાનતાનું પ્રતિક બનાવવાની રાષ્ટ્રની સામૂહિક ઇચ્છાનું પ્રતીક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. તેમણે ભારતના તમામ નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને http://harghartiranga.com પર સેલ્ફી અપલોડ કરવાની અપીલ કરી. તેમણે દરેકને તેમના સાથી નાગરિકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.  શાહે જણાવ્યું હતું કે ભારતની એકતા અને બંધુત્વની ભાવનાને જાળવીને તેમણે આજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગા લહેરાવ્યો છે. ગૃહમંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા બદલ મળેલી પ્રશંસાનું પ્રમાણપત્ર પણ શેર કર્યું.

આવતી કાલે 15મી ઓગસ્ટ છે.જેની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેથી સમગ્ર રાજ્ય તિરંગાના રંગમાં રંગાઈ રહ્યું છે. બીજી તરફ હર ઘર તિરંગા અભિયાનને પગલે વિવિધ સરકારી અને ખાનગી ઓફિસો ઉપર લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે, એટલું જ નહીં લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરશે. દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરના લોકો પોતાના ઘરે તિરંગો  લહેરાવી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો.