Site icon Revoi.in

હર ઘર તિરંગા અભિયાનઃ ઉપરાષ્ટ્રપતિ ધનખડે દિલ્હીના પ્રગતિ મેદાનથી ‘હર ઘર તિરંગા’ રેલીનો કરાવ્યો આરંભ,અનેક મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

Social Share

દિલ્હીઃ- દેશભમાં 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવશે આ સંદર્ભે આજરોજ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી હર ઘર તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિ જગદિષ ઘનખડ એ લીલી ઝંડી બતાવનીવે આરંભ કરાવ્યો હતો જેમાં અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાઈક રેલીમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર અને શોભા કરંદલાજે પણ હાજર હતા.

આ બાઇક રેલી ઇન્ડિયા ગેટ સર્કલ પહોંચશે. આ પછી રેલી ઈન્ડિયા ગેટ કોમ્પ્લેક્સ થઈને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે સમાપ્ત થશે. બાઈક રેલી પહેલા કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું  આગામી 15 ઓગસ્ટે દેશના નાગરિકોએ પોતાના ઘરો પર તિરંગો લગાવવો જોઈએ. આ ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’નો સમાપન કાર્યક્રમ છે. દરેક વ્યક્તિએ તેનો ભાગ બનવું જોઈએ.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે દરેક નાગરિકે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ તેમના ઘરે ત્રિરંગો ફરકાવવો જોઈએ. નાગરિકોની ફરજ છે. આ વર્ષે 15 ઓગસ્ટ આ કારણે ખાસ છે. આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો અંત દર્શાવે છે. દરેક વ્યક્તિએ ત્રિરંગો લહેરાવવો જોઈએ .