‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: ધનખર
- દિલ્હીમાં તિરંગા બાઈક રેલીનું આયોજન
- ઉપરાષ્ટ્રપતિએ રેલીને બતાવી લીલી ઝંડી
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને દર્શાવે છે કે આ સદી ‘ભારતની સદી’ છે.
તેમણે ભારત મંડપમથી ‘તિરંગા બાઇક રેલી’ને લીલી ઝંડી બતાવતા પહેલા અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે “આ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને દર્શાવે છે કે આ સદી ભારતની સદી છે”.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કિરેન રિજિજુ અને મનસુખ માંડવિયા પણ મંચ પર હાજર હતા. પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમથી શરૂ થયેલી બાઇક રેલી ઈન્ડિયા ગેટ થઈને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે સમાપ્ત થવાની છે.
‘હર ઘર તિરંગા’ અભિયાનની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ સુધી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઉજવવામાં આવી રહી છે. શેખાવતે કહ્યું કે આ અભિયાન 2022માં આઝાદી કા અમૃત મહોત્સવના બેનર હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તે એક જન આંદોલન બની ગયું છે.
#HarGharTiranga #ViksitBharat #IndiaAt78 #TirangaRally #IndependenceDay2024 #AzadiKaAmritMahotsav #NationalUnity #IndianPride #JaiHind