હર ઘર તિરંગાઃ- દિલ્હીમાં લાલ કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિએ કરાવ્યો આરંભ
- દિલ્હીમાં લાલા કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક રેલીનું આયોજન
- ઉપરાષ્ટ્રપતિએ રેલીને લીલી ઝંડી બતાવી કરાવ્યો આરંભ
દિલ્હીઃ- હાલ દેશ આઝાદીનો 75મો મહોત્સવ મનાવી રહ્યું છે,આ હેઠળ હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જે અંગર્તગ 2જી ઓગસ્ટથી 15 ઓહસ્ટ સુધી પઈેમ મોદીએ તામમ લોકોને ઘરમાં ઓફીસમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે તો આ સાથે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપીમાં પણ તિરંગો લગાવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે આજરોજ દેશની રાજધાની દિલ્હી ખાતે તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીને ઉપરાષ્ટ્રપતિએ લીલી ઝંડી બતાવી હતી આ રેલીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો જેમાં સ્મૃતિ ઈરાની પોતાની સ્કૂટી પર સૌથી આગળ ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા છે. આ ઉપરાંત આ રેલીમાં કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ જોવા મળ્યા હતા.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે, દેશભરના ઘણા રાજ્યોમાં સ્થાનિક લોકો ત્રિરંગા યાત્રા કાઢી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકો ઉપરાંત વિવિધ સરકારી વિભાગો પણ ભાગ લઈ રહ્યા છે. આજે 3 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલ સાથે લાલ કિલ્લા પરથી સાંસદો માટે ત્રિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે જ વિજય ચોક ખાતે રેલીનું સમાપન કરવામાં આવશે.
આ રેલીનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં ઘણા સાંસદોનો પણ સમાવેશ થાય છે. દેશના તમામ લોકોને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ પણ કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત 20 કરોડથી પણ વધુ ધ્વજ લહેરાવાની આશાઓ સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સહીત ગૃહમંત્રી અમિત શાહ એ પણ દેશવાસીઓને તિરંગા લહેરાવાનું આહ્વાન કર્યું હતું