અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેમજ મોરબી અને જામખંભાળિયા કેસમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. જેથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરાયો છે. ગુજરાતમાં હરામી નાળાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સની છે. ગુજરાત બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હરામી નાળાને સિલ કરી દેવાયું છે. એટલું જ નહીં 2021 માં એક પણ બોટ ની ઘૂસણખોરી થઈ નહિ હોવાનો દાવો બોર્ડર સિક્યુરીટી ફોર્સ ગુજરાતના આઈ.જી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે કર્યો હતો.
ગુજરાત ફ્રન્ટયર આઈજી જી.એસ મલિકે જણાવ્યું કહ્યું હતું કે, પાકિસ્તાનને જોડતી ગુજરાતની સરહદો પર ફરન્ટીયર પુરી રીતે સતર્ક છે. એટલું જ નહીં ગુજરાત બીએસએફના ઇતિહાસમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી નથી થઈ જે અમારી ફોર્સની સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરહદ પરના હરામી નાળા ક્રિક વિસ્તાર પહેલા સૌથી મોટી ચેલેન્જ સમાન હતો. જોકે બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હરામી નાળા ને 100 ટકા સિલ કરી દીધું છે. જેના કારણે 2021 માં એક પણ બોટ ની ઘૂસણખોરી થઈ નહીં હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ દેશની સીમાઓ પર બીએસએફ સુરક્ષા કરે છે. ગુજરાતમાં 826 કિલોમીટર વિસ્તારમાં ફરન્ટીયર સુરક્ષા કરે છે જે ગર્વની બાબત છે. એટલું જ નહીં સરહદ સુરક્ષા બાબતે તેમણે ઉમેર્યું હતું