હાર્દિક પંડ્યાએ વોચને લઈને તોડ્યું મોન, ટ્વિટ કરીને 5 કરોડની કિંમતની વાતને ગણાવી અફવા,જણાવી સાચી કિંમત
- હાર્દિક પંડ્યાએ તોડ્યું મોન
- ઘડીયાળની કિંમતનો કર્યો ખુલાસો
- ટ્વિટ કરીને આ વાતને અફવા ગણાવી
મુંબઈઃ- તાજેતરમાં હાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ પરથી 5 કરોડની હાથકાંડાની ઘડીયાળ કસ્ટમ વિભાગે ઝપ્ત કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા, થોડા જ કલાકોમાં આ વાત દરેક મીડિયા સુધી પહોંચી ચૂકી હતી, ત્યારે હવે 5 કરોડની કિંમતની ઘડીયાળને લઈને હાર્દિકે મોન તોડ્યું છે,અને તેને અફવા ગણાવી છે, સાથે એમ પણ કહ્યું છે કે ઘડિયાળ ક્સટમ વિભાગે ઝપ્ત નહોતી કરી મેં જાતે સોંપી હતી.
આ મામલે હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનમાં બે મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે તેની પાસેથી ઘડિયાળ જપ્ત કરવામાં આવી નથી, દુબઈથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ તે પોતે કસ્ટમ વિભાગ પાસે ગયો હતો અને તેની ઘડિયાળ સોંપી હતી. બીજું એ કે, ઘડિયાળની કિંમત પાંચ કરોડ રૂપિયા નહીં પરંતુ લગભગ દોઢ કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યાએ ટ્વિટર દ્વારા પોતાની વાત જણાવી છે.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
વિતેલા દિવસને સોમવારે સમાચાર આવ્યા કે જ્યારે હાર્દિક મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે કસ્ટમ વિભાગે તેની પાસેથી પાંચ કરોડથી વધુની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી હતી.
તેણે આગળ લખ્યું છે કે , ‘મેં મારી સાથે લાવેલ તમામ સામાન જાહેર કર્યા, જે મેં કાયદેસર દુબઈથી ખરીદ્યા હતા અને તે સામાન પર જે પણ ડ્યુટી લાગશે તે ચૂકવવા માટે સંમત છું. તમને જણાવી દઈએ કે કસ્ટમ વિભાગે મારી પાસેથી સામાન ખરીદવા માટે દસ્તાવેજો માંગ્યા હતા અને તે સબમિટ કરવામાં આવ્યા હતા. કસ્ટમ વિભાગ આ સામાનની ડ્યુટીનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને મેં પહેલેથી જ કહ્યું છે કે જે પણ ડ્યુટી હશે તે હું ચૂકવીશ. આ ઘડિયાળની કિંમત 5 કરોડ નહીં પરંતુ 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે, જેમ કે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે.