Site icon Revoi.in

હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

Social Share

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે નિધન થયું છે. તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ આજરોજ તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવતા પરિવાર પર દુઃખના ડુંગર પડ્યા છે. જોકે, તેમના પિતાના નિધનથી હાર્દિક પટેલને પિતા સાથે એક માર્ગદર્શકની પણ હંમેશા ખોટ વર્તાશે.

ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથ આપતા હતા.

થોડા દિવસો પહેલા જ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના વિશે તેમણે જાતે ટ્વિટ કરીને માહિતી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે. ત્યારે આજે કોરોનાવાયરસની ઝપટમાં આવેલા તેમના પિતા ભરતભાઈનું નિધન થયું છે..

હાર્દિકના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.

ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં છે.