- હરિદ્વારમાં આજે ત્રીજું શાહી સ્નાન
- સાધુ-સંતો ગંગામાં લગાવશે ડૂબકી
- શ્રદ્ધાળુઓએ માં ગંગાના કર્યા દર્શન
દિલ્હી : હરિદ્વાર કુંભમાં બુધવારે એટલે કે આજે વૈશાખી મેષ સંક્રાંતિના પવિત્ર પ્રસંગે ત્રીજું શાહી સ્નાન યોજાશે. વૈશાખી પર 13 અખાડાના સાધુ-સંતો શાહી સ્નાનમાં ભાગ લેશે. ત્રીજા શાહી સ્નાન પૂર્વે સવારે હર કી પૈડી ખાતે ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી,જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. અને વૈશાખીના શુભ પ્રસંગે માતા ગંગાને દર્શન કર્યા હતા.
કુંભમેળાના વહીવટ મુજબ બુધવારે વૈશાખી પર કુંભનું ત્રીજું શાહી સ્નાન સવારે 10.15 થી સાંજના 5.30 સુધી ચાલશે. ત્રીજા શાહી સ્નાન માટે હરિદ્વાર મેળો વહીવટીતંત્રે સાધુ સંતો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત સવારે સાત વાગ્યા બાદ હર કી પૈડી અખાડો માટે અનામત રહેશે.એવામાં ભક્તો સવારે સાત વાગ્યા સુધી સ્નાન કરી શકશે.
મળતી માહિતી મુજબ શંકરાચાર્ય ચોકથી ચંડી ઘાટના ચાર રસ્તે અને હર કી પૈડી ઘાટ સુધી સામાન્ય ગાડીઓની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. તો, સાધુ સંતોના શાહી સ્નાન સુધી દરેક બાજુ બ્રહ્મકુંડ સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ સમય દરમિયાન સામાન્ય ભક્તો આસપાસના ઘાટ પર સ્નાન કરી શકે છે.
દેવાંશી