Site icon Revoi.in

હરિદ્વાર – કુંભમેળામાં પંજીકરણ વગર નહી મળે પ્રવેશ, ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Social Share

લખનૌ- હરિદ્વારમાં યોજાનાર કુંભમેળો આ  વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 28 દિવસનો  યોજાનાર છે, ઉત્તરાખંડ સરકારે સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. કુંભ મેળો 1 એપ્રિલથી લઈને 28 એપ્રિલ દરમિયાન યોજાશે.

આ સમગ્ર બાબતે ઉત્તરાખંડ સરકારના જણાવ્યા મુજબ કુંભમાં કોરોના સંક્રમણ નિવારણના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત રીતે કરવામાં આવશે. કુંભ મેળાની સૂચના બહાર પડતાં એસઓપીને અસરકારક માનવામાં આવશે.

હરિદ્વાર કુંભ મેળાની મુલાકાત  લેવા માટે નોંધણી  કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણય કોરોનાને કારણે લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કુંભ માટે જારી કરેલા એસઓપીને લાગુ કરીને આ જોગવાઈ કરી છે

વેબ પોર્ટલ પર નોંધણી કરાવા પર જ મળશે એન્ટ્રી

ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમપ્રકાશ દ્વારા વિવિધ વિભાગો અને કુંભ મેળા અધિકારીને મોકલેલા એસઓપી મુજબ, હરિદ્વાર કુંભમેળા માટે નોંધણી ફરજિયાત કરાવી પડશે. મેળામાં આવનારા ભક્તોએ વેબ પોર્ટલ દ્વારા પોતાનું નામ ફરજિયાત નોંધાવવાનું રહેશે.

વિદેશથી આવતા કોકોએ પર કોરોનાના નિયમોને અનુસરવા પડશે

આ સાથે જ કોરોનાના કારણે રિપોર્ટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, ભક્તોએ કુંભ મેળામાં હરિદ્વાર આવતાં 72 કલાક પહેલા આરટીપીસીઆર તપાસ કરાવી પડશે, રિપોર્ટ નેગેટિવ આવશે તો જ કુંભમેળામાં ભક્તો હરિદ્વાર આવી શકશે. વિદેશથી આવતા ભક્તોએ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, જે લોકો રજિસ્ટ્રેશન નહી કરાવી શક્યા હોય તેમને મેળામાં પ્રવેશ આપવામાં આવશે નહી.

રજીસ્ટ્રેશન કરાવતા ઈ-પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

કુંભના મેળામાં હરિદ્વાર આવવા માટે, શ્રદ્ધાળુંઓ એ રાજ્ય સરકારની વેબસાઇટ પર તેમનો હેલ્થ તંદુરસ્તીનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવું પડશે. આ પછી જ તેમને કુંભ માટે ઇ-પાસ અને ઇ-પરમિટ આપવામાં આવશે. ઇ-પાસ મળતાં જ ભક્તો કુંભ મેળામાં જઇ શકશે. સરકારી અધિકારીઓ ઇ-પાસની આકસ્મિક તપાસ પણ કરશે. 

સાહિન-