Site icon Revoi.in

ઉતાવળમાં ખાવાની સ્વાસ્થ પર ખતરનાક અસર….

Social Share

ઘણા સંસોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ પર ખતરનાક અસર પડે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી બીમારીઓ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ ખોરાક ચાવી-ચાવીને શાંતિથી ખાવો જોઈએ. મોર્ડન અને ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણી વાર ઉતાવળમાં ભોજન લે છે. ઉતાવળથી ખાવાથી શરીરને ઘણા નુકશાન થઈ શકે છે. ઓફીસ જવા માટે ઘણા લોકો ઉતાવળમાં ખાવાનું ખાય છે. આ સ્વાસ્થ માટે ખૂબ વધારે હાનિકારક છે. ખરેખર લોકોને બિલકુલ ખ્યાલ નથી હોતો કે ઉતાવળમાં ખોરાક ચાવ્યા વગર ખાવાથી પેટમાં સમસ્યા થાય છે. ખોરાક પચવામાં તકલીફ થાય છે. જેને કારણે અનેક બીમારીઓ થાય છે.
• અપચાની સમસ્યા
ઉતાવળમાં ખોરાક ખાવાથી મોમાં લાળ સારી રીતે કામ કરી શકતી નથી. જેના કારણે કાર્બોહાઈડ્રેટનું યોગ્ય રીતે પાચન થતું નથી. ખોરાક ખૂબ ઝડપી ખાવાથી અપચો થાય છે. પાચનમાં તકલીફ પડે છે. તેથી, ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ.
• ડાયાબિટીસનું જોખમ
જે લોકો ઉતાવળમાં ખોરાક લે છે તેમનું વજન ઝડપથી વધે છે. સ્થૂળતાના કારણે ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. જેના લીધે ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
• સ્થૂળતા સમસ્યા
ખૂબ ઝડપથી ખાવાથી સ્થૂળતા વધે છે. જો તમે ખોરાક ઓછો ચાવો છો તો તમારૂ પેટ બરાબર ભરાતું નથી. આવી સ્થિતિમાં તમને તરત જ ભૂખ લાગે છે. જેને કારણે વજન વધવા લાગે છે. એવું કહેવામાં આવે છે કે એક બટકું ઓછામાં ઓછું 15-32 વાર ચાવવું જોઈએ.