Site icon Revoi.in

ગુજરાતની સરકારી સેવાઓને ડિજિટલ બનાવા હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવી સરકારની રચના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. ગુજરાતની સરકારી સેવાઓને ડિજિટલ બનાવવાના ભાગરૂપે હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે CCTV કેમેરા સોફ્ટવેર ખરીદી સંદર્ભે સંલગ્ન અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. CCTV સિસ્ટમ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને મજબૂત બનાવશે.

રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર રાજ્યમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાના નેટવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફુટેજનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.