Site icon Revoi.in

હરિયાણાઃ ભાજપાએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, બે મુસ્લિમ નેતાને અપાઈ ટીકીટ

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટીકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે ભાજપાએ હરિયાણાની 90 પૈકી 88 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. હવે માત્ર બે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જે આગામી દિવસોમાં ભાજપા જાહેર કરે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફિરોજપુર ઝિરકા બેઠક ઉપર નસીમ અહેમદ અને પુન્હાના બેઠક ઉપર એઝાઝ ખાનને પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. જુલાના બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની સામે ભાજપાએ કેપ્ટન યોગેશ બૈરાગીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉપરાંત નારાયણગઢ બેઠક ઉપર પવન સૈની, પેહોવા બેઠક ઉપર જય ભગવાન શર્મા, પુંડરી બેઠક ઉપર સતપાલ જામ્બા, અશંગ બેઠક ઉપર યોગેન્દ્ર રાણા, ગનૌર બેઠક ઉપર દેવેન્દ્ર કૌશિક, રાઈ બેઠક ઉપર કૃષ્ણા ગહલાવત, બરોદા બેઠક પ્રદીપ સાંગવાન, નરવાના બેઠક ઉપર કૃષ્ણકુમાર બેદી, ડબવાલી બેઠક ઉપર સરદાર બલદેવસિંહ માલીયાના, એલનાબાદ બેઠક ઉપર અમીરચંદ મહેતા, રોહતક બેઠક ઉપર મનીષ ગ્રોવર, નારનૌલ બેઠક ઉપર ઓમ પ્રકાશ યાદવ, બાવલ બેઠક ઉપર ડો.કૃષ્ણ કુમાર, પટૌદી બેઠક ઉપર બિમલા ચૌધરી, નૂહ બેઠક ઉપર સંજ્યસિંહ, ફિરોઝપુર ઝિરકા બેઠક ઉપર નસીમ અહમદ, પુન્હાના બેઠક ઉપર એઝાઝ ખાન, હથિન બેઠક ઉપર મનોજ રાવત, હોડલ બેઠક ઉપર હરિંદરસિંહ રામરતન અને બડખલ બેઠક ઉપર ધનેશ અદલખાને ટીકીટ આપવામાં આવી છે.

(PHOTO-FILE)