હરિયાણાના સીએમ એ રેલ્વે મંત્રાલયને લખ્યો પત્ર – એરપોર્ટ પછી હવે રેલ્વે સ્ટેશનનું નામ બદલાવી કરી માંગ
- હરિયાણાનું રેલ્વે સ્ટેશન બદલવાની માંગ
- ચંદિગઢ પંચકુલા નામ કરવાની ઉઠી માંગ
ચદિગઢઃ- આપણે જાણીએ છીએ તે રીતે ચંદિગઢ આમ ચો પંજબા અને હરિયાણા બન્ને રાજ્યની રાજધાની છે ,તાજેતરમાં ચંદિગઢ વહિવટતંત્ર દ્રારા હરિયાણા વિધાનસભાને જમીન આપવાનો મામલો વિવાદમાં જોવા મળે છે.તો બીજી તરફ પંજબા પણ ચંદિગઢ પાસે નવા વિધાનસભા માટે જમીનની માંગણી કરી રહ્યું છે. તો આ પહેલા પણ ચંદિગઢ એરપોર્ટના નામને લઈને ઘણો વિવાદ સર્જાઈ ચૂક્યો છે. બન્ને રાજ્યો એરપોર્ટના નામને લઈને વિવાદમાં પડ્યા છે.ત્યાર બાદ બન્ને રકાજ્યની સહમતિથી ઓક્ટોબર મહિનામાં ચંદિગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહ ઈન્ટરનેશન એરપોર્ટ કરી દેવામાં આવ્યું છે.
જો કે એરપોર્ટનું નામ બદલવાની સાથે જ હવે રેલ્વે સ્ટેશનનું નામ ચંદિગઢથી હટાવીને બદલવાની પણ માંગ ઉઠતી જોવા મળી રહી છે.રેલ્વે સ્ટેનને હવે ચંદિગઢ પંચકુલા રેલ્વે સ્ટેશન કરવાની માંગણી કરાઈ છે.ત્યારે હવે નામ બદલવામાં આવી શકે તેવી શક્યતાઓ છે.જો કે હરિયાણા તરફથી આ મામલે કેટલીક પ્રતિક્રીયાઓ શરુ કરવામાં આવી છે.
વિતેલા દિવસને શુક્રવારના રોજ રેલ્વેના જનરલ મેનેજરે ચંદિગઢ રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી હતી આ દરમિયાન હરિયાણા વિધાનસભા અધ્યક્ષએ પણ તેમના સાથે મુલાકાત કરી છે.અને આ ર્લેવેનું નામ બદલવા અંગેની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું આ ર્લેવનું નામ ચંદિગઢ પંચકુલા કરવાથી પંચકુલાના લોકોને પણ તેનો લાભ મળશે.જેથી તેનું નામ બદલીને ચંદિગઢ પંચકુલા રેલ્વે સ્ટેશન કરવું જોઈએ
આથી વિશેષ માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે પંચકુલા જનારા યાત્રી મુંજવણમાં હોય છે કે પંચકુલા માટે ક્યાથી જવાનું હોય છે.આ માટે મુસાફરો કાલકા રેલવે સ્ટેશને પહોંચે છે. આ સંદર્ભે તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે એક પ્રસ્તાવ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવે. આ પછી મુખ્યમંત્રી મનોહર લાલે ચંદીગઢ રેલવે સ્ટેશનનું નામ બદલીને ચંદીગઢ-પંચકુલા રેલવે સ્ટેશન કરવા માટે રેલવે મંત્રાલયને પત્ર લખ્યો છે.