- ગુરુગ્રામમાં ઝુપડપટ્ટીમાં ભીષણ આગ
- એક મહિલાનું મોત , 6 લોકો ઘાયલ
ચંદિગઢઃ- ગુરુગ્રામના માનેસર સેક્ટર 6માં ભયાનક આગની ઘટના બની હતી આ લાગેલી ભીષણ આગમાં લગભગ 50 એકરમાં બનેલી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ ત્રણ ડઝન ફાયર ટેન્ડર કામે લાગ્યા છે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આગ રાત્રે 2 વાગે લાગી હતી. આ દરમિયાન લોકો સૂતા હતા. આગની જ્વાળાઓ ઉછળતી જોઈ લોકો ગભરાય ગયા હતા.મળતી વિગત પ્રમાણે આગમાં સળગી જવાને કારણે એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ઘાયલો પૈકી બે લોકોની હાલત ગંભીર જાણવા મળી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
માનેસરના સેક્ટર 6માં લગભગ 50 એકરમાં બનેલી ઝૂંપડપટ્ટીમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે એક કલાકમાં જ લગભગ 50 એકરમાં બનેલી હજારો ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ હતી.
જો કે આ ઘટના ખૂબ ભાયનક હતી જેને કારણે હાલ પણ આગ ઓલવવા માટે હજુ ફાયર ટેન્ડરો હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઝૂંપડપટ્ટીમાં રાત્રે ભારે તોફાન દરમિયાન આગ લાગી હતી. ખુલ્લામાં ભોજનબનાવતી વખતે ચીંગારી ઉડતા આગની ઘટના બની બાદમાં વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું
જાણકારી મુજબ આ ભીષણ આગના કારણે ચારેબાજુ ભઆગદોડ મચી જવા પામી હતી,લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા ઝૂંપડપટ્ટીમાં સ્થાપિત સિલિન્ડરોમાં વિસ્ફોટો વચ્ચે-વચ્ચે ધડાકા થતા રહ્યા.જોરદાર અવાજ સાથે ઘડાકાભેર આગ ભીષણ બની હતી