હરિયાણા :16 જુલાઈથી સ્કૂલ ખુલશે,સરકારનો મોટો નિર્ણય
- હરિયાણા સરકારનો મોટો નિર્ણય
- 16 જુલાઈથી ખુલશે રાજ્યની સ્કૂલ
- ધો. 9 થી 12 ના વર્ગ થશે શરૂ
ચંડીગઢ : હરિયાણામાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર રાજ્યની બંધ શાળાઓ ખોલવા જઈ રહી છે. હરિયાણાના શિક્ષણ વિભાગે રાજ્યમાં 9 થી 12 ધોરણના વર્ગ માટે 16 જુલાઇથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે 23 જુલાઈથી ધો.6 થી 8 ના વર્ગો શરૂ થશે. આ સાથે સરકારે ઓનલાઇન અભ્યાસ શરૂ રાખવાની સૂચના પણ આપી છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, શાળા શરૂ થાય છે ત્યારે બાળકને વર્ગમાં મોકલવો કે નહીં તે માટે માતાપિતાની પરવાનગી જરૂરી રહેશે. તેમજ બાળકોને શાળાએ આવવાની કોઇ મજબૂરી રહેશે નહીં.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં શાળાઓ ફરી શરૂ કરવા બાબતે વાટાઘાટો કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે,રાજ્યમાં હવે કોવિડ -19 ના કેસો ઓછા થયા છે, તેથી હવે કોરોના માર્ગદર્શિકાનું સખત રીતે પાલન કરીને શાળાઓ-કોલેજો ખોલવા જોઈએ. શાળાઓ વહેલી તકે ખોલવા માટેની યોજના બનાવવી જોઈએ.
હરિયાણાના શિક્ષણ મંત્રી કંવરપાલનું કહેવું છે કે,16 જુલાઇથી ધો.9 થી 12 ના સ્કુલ સોશિયલ ડીસ્ટેન્સિંગ સાથે ફરી ખુલશે. જો પરિસ્થિતિ સામાન્ય રહેશે તો અન્ય વર્ગ માટે પણ સ્કૂલ ખુલશે.