Site icon Revoi.in

હરિયાણાઃ ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ, આગામી સત્રમાં થશે પરીક્ષા

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા સરકારે આગામી સૂચના ના અપાય ત્યાં સુધી ધો-5 અને 8ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. વાલીઓ, સ્કૂલ સંચાલકો અને સીબીએસઈ દ્વારા ધો-5 અને 8માં બોર્ડની પરીક્ષાનો વિરોધ કરવામાં આવતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ પરીક્ષા આગામી સત્રથી આયોજીત કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધો-5 અને ધો-8 માટે બોર્ડ પરીક્ષાનો નિર્ણય હાલ સીબીએસઈ અને હરિયાણા બોર્ડ દ્વારા સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આગામી સત્રમાં આ દોરણમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પહેલા રવિવારે વિદ્યાર્થીઓના વાલીઓએ ધો-5 અને 8માં બોર્ડની પરીક્ષાનો જોરદાર વિરોધ દેખાવો કર્યાં હતા.

વાલઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનો અર્થ પણ સમજતા નથી, જેથી નાના ધોરણમાં બોર્ડ લગાવવાનો નિર્ણય અયોગ્ય છે. વાલઓએ કહ્યું હતું કે, એક પરીક્ષા આધારિત અભ્યાસ પેટર્નની જગ્યાએ એક જ્ઞાન આધારિત અભ્યાસ પેટર્ન વધારે ફાયદાકારક રહેશે કારણ કે કોવિડ-19ના કારણે સ્કૂલ નહીં જઈ શકવાને કારણે વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને આરે અસર થઈ છે. બે વર્ષથી ઓનલાઈન અને ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવતું હતું. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા સમગ્ર દેશમાં ધીમે-ધીમે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન એજ્યુકેશન થઈ રહ્યું છે.