નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલાઓની વચ્ચે એક આઈપીએસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશયલ મીડિયા પર ઘણો વાયરલ છે. આઈપીએસ અધિકારી જસપ્રીતસિંહના વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ ખાલિસ્તાની કહેવા પર ઘણા ગુસ્સે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર લીગલ એક્શનની વાત કરી રહ્યા છે.
આ મામલા પર આરએલડી ચીફ જયંત ચૌધરીએ એક ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક વીડિયો એક્સ પર શેયર કર્યો છે. તેમાં લખ્યું છે કે હું આપણા રાષ્ટ્ર પ્રત્યે પોતાના બલિદાનો અને અતૂટ દ્રઢસંકલ્પ માટે પૂજનીય આપણા શીખ ભાઈઓ અને બહેનોની પ્રતિષ્ઠાને કમજોર કરવાના આ દુસ્સાહસિક પ્રયાસની આકરી નિંદા કરું છું.
થોડા દિવસો પહેલા ભાજપ સાથે ગઠબંધનની ખબરોને લઈને ચર્ચામાં રહેનારા રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ એક્સ પર લખ્યું છે કે હું આઈપીએસ જસપ્રીત સિંહના ગુસ્સાને સમજી શકું છું. જો કે તેમણે આ મામલાને લઈને વધુ વાત કરી નથી. પરંતુ આ મામલો મમતા બેનર્જીના ટ્વિટ બાદ ભાજપના કાર્યકર્તાઓના આઈપીએસ અધિકારીને લઈને વલણ સાથે જોડાયેલો છે.
એ પણ ચર્ચા છે કે જયંત ચૌધરી એનડીએ ગઠબંધન સાથે જવાના પોતાના મનને બદલી પણ શકે છે. હાલ સત્તાવાર રીતે પણ તેઓ ગઠબંધનને લઈને વધુ સ્પષ્ટ કહેતા દેખાય રહ્યા નથી
સોશયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે આઈપીએસ અધિકારી કહી રહ્યા છે કે કારણ કે મેં પાઘડી પહેરી છે, માટે તમે મને ખાલિસ્તાની કહી રહ્યા છો. જો મેં પાઘડી ન પહેરી હોત, તો તમે મને ખાલિસ્તાની કહેત? તમે મારા ધર્મ પર બોલી શકો નહીં. હું આપના ધર્મ પર બોલી રહ્યો નથી. જો કોઈ પોલીસકર્મી પાઘડી પહેરે છે, તો તે ખાલિસ્તાની છે? જો કે ભાજપના કાર્યકર્તા આ વાતને નકારતા જોવા મળ્યા છે કે આવું કંઈપણ કહેવામાં આવ્યું છે.