આજના સમયમાં વાળ ખરવા તે સામાન્ય વાત થઈ ગઈ છે, લોકોને આ સમસ્યાથી રાહત મેળવવી હોય છે પણ મળતી હોતી નથી. પણ શિયાળામાં લોકોને આ સમસ્યા વધી જતી હોય છે તો હવે તે લોકો આ ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ.. જે લોકો સમયસર શેમ્પૂ નથી કરતા જે આપણા વાળ માટે સારું નથી. તેથી અઠવાડિયામાં બે વાર શેમ્પૂ કરવાની આદત બનાવો.
આ ઉપરાંત શિયાળાની ઋતુમાં ડેન્ડ્રફની સમસ્યા થવી સામાન્ય વાત છે. આ કિસ્સામાં તમારે દહીંનો ઉપયોગ કરવો જોઈએ. જે તમારા વાળ માટે મોઈશ્ચરાઈઝરનું કામ કરશે.
શિયાળામાં આપણા વાળમાં ડ્રાયનેસ આવી જાય છે. તેથી તે તેની ચમક ગુમાવવા લાગે છે અને આપણા વાળને નુકસાન થાય છે અને ખરવા લાગે છે. ઈંડાને વાળમાં લગાવવાથી વાળમાં ચમક જળવાઈ રહેશે. ઈંડામાં પ્રોટીન પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે જે આપણા વાળ માટે ફાયદાકારક છે.