1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં તમારા વાળ ડ્રાય અને રફ બની ગયા છે? તો આ કેટલીક ટિપ્સ ફોલો કરો વાળ બનશે સ્મૂથ
શિયાળામાં તમારા વાળ ડ્રાય અને રફ બની ગયા છે?  તો આ કેટલીક ટિપ્સ ફોલો કરો વાળ બનશે સ્મૂથ

શિયાળામાં તમારા વાળ ડ્રાય અને રફ બની ગયા છે? તો આ કેટલીક ટિપ્સ ફોલો કરો વાળ બનશે સ્મૂથ

0
Social Share
  • શિયાળામાં વાળને સિલ્કી રાખવા હોય તો હેર ઓઈલ કાયમ કરો
  • વાળ વોશ કરતા પહેલા ઓઈલ કરી 10 મિનિટ બાદ વોશ કરો

શિયાળો આવતાની સાથે જ વાળની ઘણી સમસ્યાઓ લાવે છે, જેમ કે વાળમાં ખોળો થવો, વાળ તૂટવા અને વાળ ખરવા તથા શાક વાળ બરછડ બેજાન રુસ્ક બની જવા, જ્યારે વાળ ખુલ્લા રાખીએ છે તો એકદમ બેજાન લાગે છે, ત્યારે મનમાં થાય છે કે કાશ આપણ આપણ વાળ સિલ્કી હોય તો કેવા સરસ લાગે, તો જો હવે તમે એવા સિલ્કી વાળ ઈચ્છો છો તો તમારે બસ ઘેરલું ઉપાય કરવાના છે અને કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરવાની છે તો ચાલો જોઈએ.

વાળ સિલ્ક કરવા હોય તો આ ટિપ્સ ફોલો કરો

શિકાકાઈ વાળની દરેક સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શિકાકાઈમાં એન્ટીઓક્સિડેન્ટ્સની સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ વિટામિન્સ સાથે મળીને વાળમાં પોષણ પૂરું પાડે છે અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિકાકાઈ શોધવું એકદમ સરળ છે, શિકાકાઈ ફળ અને પાવડર કોઈપણ બજારમાં સરળતાથી મળી રહે છે.તેનાથી વાળ સ્મૂથ બને છે

સૌ પ્રથમ વાળ કોરો હોય ત્યારે ક્યારેય વોશ ન કરવા, વોશ કરતા પહેલા વાળમાં ઓઈલ કરવું ત્યાર બાદ હુંફાળા પાણીએ વાળ ધોવા.

અઠવાડિયામાં એક વખત દિવેલને ગરમ કરીને વાળમાં લગાવાની આગત રાખો. જેનાથી તમારા વાળમાં મોશ્ચોરાઈઝરનું પ્રમાણ ટકી રહેશે અને વનાળ સ્મૂથ બનશે.

સારાં વાળ માટે હેર પેક લગાવવો ખૂબ જ જરૂરી છે. જેથી સપ્તાહમાં એકવાર કોઈપણ નેચરલ હોમમેડ હેર પેક અવશ્ય લગાવો. ખાસ કરીને તમે કેળા મધ અને ઈંડાના મિશ્રણનો હેર પેક લગાવો, જેને 20 મિનિટ સુધી વાળમાં રાખીને પછી વાળ વોશ કરો જેનાથી સોફ્ટ અને સિલ્કી વાળ બનશે.

અઠવાડિયામાં બે વાર હુંફાળા તેલથી મસાજ કરવું જરૂરી છે. ઓઇલ મસાજથી બ્લડ સરક્યુલેશન ઉત્તમ રીતે થાય છે, સાથેસાથે ઉચિત પોષણ મળે છે.

આ સાથે જ વાળને રાતે ક્યારેય ભીના રાખવા નહીં અને ટોવેલથી ઘસીને લૂછવા પણ નહીં. તેનાથી વાળને નુકસાન થાય છે અને વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે અને રફ થઈ જાય છે.વાળમાં અઠવાડીયામાં એક વખત સ્ટિમ લઈ શકો છો, તે પણ હેરઓઈલ કરીને સ્ટિમ લેવી જેથી વાળ સ્મૂથ બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code